Book Title: Vinay Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 37
________________ હોય. અર્થા આ ભાવનાના યોગે કરાતું આગમનું અધ્યયન મૃતસમાધિનો ચોથો પ્રકાર છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે પૂર્વેની ત્રણ ભાવનાઓથી સહિત જ ચોથી ભાવના મૃતસમાધિ છે. પરંતુ માત્ર બીજાઓને ધર્મમાં જોડવાની ભાવના હોય તો તે શ્રુતસમાધિનો પ્રકાર નથી... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ર૯-૨૩ણા હવે કમપ્રાસ તપ અને આચાર સમાધિનું વર્ણન કરાય છે कुर्यात् तपस्तथाऽऽचारं, नैहिकाऽऽमुष्मिकाऽऽशया । कीर्त्याद्यर्थं च नो किं तु, निष्कामो निर्जराकृते ॥२९-२४॥ તપ તથા આચાર; આ લોકની આશંસાએ, પરલોકની આશંસાએ અને કીર્તિ વગેરેની ઈચ્છાએ કરવો ન જોઈએ. પરંતુ નિષ્કામભાવે માત્ર નિર્જરા માટે કરવો જોઈએ.”-આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે બાર પ્રકારનો અનશનાદિ તપ છે અને મહાવ્રતાદિના પાલન સ્વરૂપ આચાર(સાધ્વાચાર) છે, જે અનુક્રમે સમાધિનો ત્રીજો અને ચોથો પ્રકાર છે. એ બંન્ને સમાધિના ચાર ચાર પ્રકાર આ શ્લોકથી વર્ણવ્યા છે. લબ્ધિ પૂજા આદિ આ લોક સંબંધી ફળની અપેક્ષાએ મગ - 1

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50