________________
“મને શ્રુતની પ્રાપ્તિ થશે, મારા ચિત્તની એકાગ્રતા થશે, મારા આત્માને ભાવિત બનાવી તેને ધર્મમાં સ્થાપન કરીશ, અથવા અન્ય જીવોને ધર્મમાં જોડીશ. આવી ભાવનાથી સુંદર આગમનું અધ્યયન કરે તે શ્રુતસમાધિનો અનુક્રમે પ્રથમ દ્વિતીય તૃતીય અને ચતુર્થ પ્રકાર છે.’’-આ પ્રમાણે તેવીસમા શ્લોકનો અર્થ છે.
શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક આગમનું અધ્યયન કરવું... તે શ્રુતસમાધિ છે. શ્રી જિનાગમના અધ્યયન પાછળના આશયવિશેષને લઈને તે શ્રુતસમાધિના ચાર પ્રકાર છે. શાસ્ત્રજ્ઞાન મળે : આ ભાવનાથી જે આગમ ભણે તે પૂ. સાધુ મહાત્માને પ્રથમ શ્રુતસમાધિ પ્રાપ્ત થાય છે. શ્રુતનો અભ્યાસ કરવાથી ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય છે. એ એકાગ્રતાને પામવાની ભાવનાથી કરાતું આગમનું અધ્યયન : એ શ્રુતસમાધિનો બીજો પ્રકાર છે. એકાગ્રચિત્તે સદાગમનું આ રીતે અધ્યયન કરવાથી આત્મા ધર્મથી ભાવિત બને છે, જેથી આત્મા ધર્મમાં સ્થિર બને છે. આ સ્થિરતાને પ્રાપ્ત કરાવવાની ભાવનાથી કરાતું અધ્યયન શ્રુતસમાધિનો ત્રીજો પ્રકાર છે. આ પ્રમાણે ત્રણ પ્રકારની શ્રુતસમાધિને પ્રાપ્ત કરી ચોથો પ્રકાર ત્યારે પ્રાપ્ત કરી શકાય છે કે જ્યારે આગમના અધ્યયનની પૂર્વે, યોગ્ય જીવોને તે તે ધર્મસ્થાનમાં જોડીશ-એવી ભાવના થઈ
૩૧