________________
પૂ. ગુરુદેવશ્રીનાં બીજાં બધાં જ કામ કરવાનું તો હજી ય ફાવે પરંતુ તેઓશ્રીના હિતકર એવા વચનને સાંભળવાની ઈચ્છા પ્રાપ્ત કરવાનું લગભગ મન જ થતું નથી. એ વિનયસમાધિની પ્રાપ્તિ થઈ જાય તો બીજા વિનયસમાધિના પ્રકારો તો સરળતાથી પ્રાપ્ત થઈ શકે એમ છે. જે કાંઈ તકલીફ છે તે આ શુશ્રુષાની છે. સાંભળવા માટે નહિ ટેવાયેલા આત્માઓને આ સમાધિ મળતી ન હોવાથી તેમનું સમગ્ર જીવન અસમાધિમાં જ વીતે છે. શુક્રૂપાની પ્રાપ્તિ થવાથી પૂ. ગુરુદેવશ્રીના પરમતારક અનુશાસનના શ્રવણથી અનુશાસનના તત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે વિનયસમાધિનો બીજો પ્રકાર છે. એ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થવાથી તદનુસાર જે આચરણ કરાય છે તે વિનયસમાધિનો ત્રીજો પ્રકાર છે અને ચોથો પ્રકાર તે છે કે આવા પ્રકારનું ઉત્તમ ચારિત્ર હું પાળું , દેવો પણ મને વંદન કરે છે. ઈત્યાદિ રૂપે મદ ન કરે... ઈત્યાદિ સ્પષ્ટ છે. ર૯-૨૨
વિનયસમાધિનું નિરૂપણ ક્યું. હવે શ્રુતસમાધિનું વર્ણન કરાય છે
श्रुतमेकाग्रता वा मे, भावितात्मानमेव वा । स्थापयिष्यामि धर्मेऽन्यं, वेत्यध्येति सदागमम् ॥२९-२३॥