Book Title: Vinay Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 42
________________ આ પૂર્વે જણાવ્યા મુજબ બધી જ આરાધના વિનયપૂર્વકની હોય તો જ તે પોતાના ફળને આપનારી બને છે. તેથી “આ રીતે બધામાં અનુગમશક્તિને આશ્રયીને વિનય જ મુખ્ય છે. જેમ બધા મિષ્ટાન્નમાં મધુરસ મુખ્યરૂપે પડ્યો છે, તેમ સર્વત્ર વિનયનું મુખ્યત્વ છે'-આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. સર્વત્ર વ્યાપીને રહેવાનું જે સામર્થ્ય છે તેને સર્વાનુગમ શક્તિ કહેવાય છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે જેમ મિષ્ટાન્નમાં અનેક દ્રવ્યો હોવા છતાં બધાં જ મિષ્ટાન્નમાં મધુર રસ તો હોય જ. એ જો ન હોય તો મિષ્ટાન્નને મિષ્ટાન્ન જ કહેવાય નહિ, કારણ કે તેથી મિષ્ટાન્નનું સ્વરૂપ જ રહેતું નથી. આવી જ રીતે જ્ઞાન દર્શન ચારિત્ર તપ વગેરેની આરાધનામાં, મિષ્ટાન્નોમાં પડેલા મધુરરસની જેમ વિનય રહેલો છે. તે, દરેક આરાધનામાં મુખ્ય છે. એ જો ન હોય તો જ્ઞાનાદિ આરાધનાનું સ્વરૂપ જ નાશ પામે છે. જ્યાં પોતાનું સ્વરૂપ જ ન હોય ત્યાં તેના કાર્યનું અસ્તિત્વ કયાંથી હોય ? /ર૯-૨૭ના વિનયથી જેમ ગુણની પ્રાપ્તિ થાય છે; તેમ દોષોનો ક્ષય થાય છે, તે જણાવાય છેदोषाः किल तमांसीव, क्षीयन्ते विनयेन च । S XXXXXXX

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50