________________
વિનય કરવો... ઈત્યાદિ આગળ કહેવાશે);''-આ પ્રમાણે સાતમા શ્લોકનો શબ્દશ: અર્થ છે. એનો આશય વર્ણવતાં ટીકામાં જણાવ્યું છે કે શ્રી અરિહંત પરમાત્માઓ કે જેઓ તારકતીર્થને કરનારા છે. શ્રી સિદ્ધપરમાત્માઓ આઠ કર્મોથી રહિત છે. નાગેન્દ્ર, ચાન્દ્ર વગેરે કુળ છે. જ્ઞાનાચારાદિ પાંચ આચારોનું પાલન કરનારા અને તેની પ્રરૂપણાને કરનારા આચાર્યભગવંતો છે. સ્વાધ્યાય કરાવનારા-ભણાવનારા ઉપાધ્યાયભગવંતો છે. સંયમની સાધનામાં સિદાતા આત્માને સ્થિર કરનારા સ્થવિરભગવંતો છે. કોટિક(કોટિ) વગેરે ગણ છે. સાધુ, સાધ્વી વગેરેના સમુદાયને સર્વ કહેવાય છે. ‘આત્માદિ તત્ત્વો છે. આ પ્રમાણે બોલવું માનવું તેમ જ તે મુજબ આચરણ કરવું વગેરે કિયા કહેવાય છે. શ્રત અને ચારિત્ર સ્વરૂપ બે પ્રકારનો ધર્મ છે. મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાન છે. જ્ઞાનવાળા જ્ઞાનીઓ છે અને ગણના અધિપતિઓ ગણીઓ છે. આ તેર સ્થાને; આઠમા શ્લોકથી જણાવવામાં આવશે તે ચાર ચાર પ્રકારનો વિનય કરવાનો હોવાથી બીજો અનાશાતનાસ્વરૂપ ઔપચારિક વિનય બાવન પ્રકારનો છે... ઈત્યાદિ હવે પછી જણાવાય છે. ૨૯-ળા
શ્રી અરિહંત પરમાત્માદિ તેર સ્થાનોને વિશે જે ચાર વિનયો કરવાના છે તે ચાર વિનયોનું સ્વરૂપ વર્ણવાય છે