Book Title: Vinay Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ વિનયના કારણે તે જીવોને જ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત થવાથી આત્મિક સુખની પણ પ્રાપ્તિ થાય છે અને પરલોકમાં મોક્ષ વગેરેની પણ પ્રાપ્તિ થાય છે, જે પરમસુખાનુભવનું કારણ બને છે. આથી તદ્દન જ વિપરીત રીતે અવિનીત આત્માઓને સર્વત્ર સદાને માટે દુઃખની પ્રાપ્તિ થતી હોય છે. સર્વત્ર તિરસ્કારને પાત્ર બનવાથી સુખનો અનુભવ થતો નથી. જ્ઞાનાદિ ગુણો પણ તેઓને પ્રાપ્ત થતા ન હોવાથી ભવાંતરમાં પણ મોક્ષાદિની પ્રાપ્તિ થતી નથી.. ઈત્યાદિ અન્યત્રથી જાણી લેવું. ર૯-૧૯ સુખનું પ્રયોજક એવું ગૌરવ પણ વિનયથી જ પ્રાપ્ત થાય છે : એ જણાવાય છેज्ञानादिविनयेनैव, पूज्यत्वाऽऽप्तिः श्रुतोदिता । गुरुत्वं हि गुणाऽपेक्षं, न स्वेच्छामनुधावति ॥२९-२०॥ જ્ઞાનાદિનો વિનય કરવાથી જ પૂજ્યત્વની પ્રાપ્તિ થાય છે-એમ શાસ્ત્રમાં જણાવ્યું છે. કારણ કે ગુરુત્વપૂજ્યત્વ ગુણની અપેક્ષાવાળું છે. આપણી પોતાની ઈચ્છાથી કાંઈ પૂજ્યત્વ દોડતું આવતું નથી.'-આ પ્રમાણે વીસમાં શ્લોકનો અર્થ છે. શ્રી દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનમાં

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50