________________
શિખવાડવા છતાં જે ગુસ્સે થાય છે, તે સામે ચાલીને આવતી ઉત્તમ એવી લક્ષ્મીને લાકડીથી દૂર કરે છે.''-આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. લક્ષ્મીને દૂર કરવાના દષ્ટાંતથી કહેવાનો આશય ચોક્કસ જ સમજી શકાય છે. એક તો લક્ષ્મીને બોલાવ્યા પછી પણ આવતી નથી. એના બદલે તે સામે ચાલીને આવતી હોય ત્યારે તેને આવકારવાના બદલે દૂર કરવાનું ખૂબ જ ખરાબ છે. એમાં પણ ઉપેક્ષા કરીને અથવા સામાન્ય તિરસ્કાર કરીને તેને દૂર કરવાના બદલે લાકડીથી દૂર કરવાનું અર્થાત્ લાકડીથી ટકારીને તેને આવતી અટકાવવાનું તો ખૂબ જ ભયંકર છે.
આવું જ વિનય માટે સમજવાનું છે. એક તો આપણી મેળે આપણે વિનય કરતા નથી. સામે ચાલીને આપણને ભવનિતારક પૂ. ગુરુદેવશ્રી વિનય શિખવાડે ત્યારે શીખી લેવાના બદલે કે મૌનપણે સાંભળી લેવાના બદલે આપણે ગુસ્સે થઈ જઈએ : એ કેટલું ખરાબ છે-એ આપણે જ વિચારવું જોઈએ ને ? લક્ષ્મીના વિષયમાં સમજવાનું સાવ સરળ છે. પરંતુ વિનયના વિષયમાં સમજવાનું ઘણું જ અઘરું છે. આમ થવાનું કારણ બુદ્ધિની અલ્પતા નથી, પરંતુ વાસ્તવિક અનર્થીપણું છે. વિનયનું અથાણું કેળવી લઈએ તો તેને ગ્રાહ્ય બનાવનારા પૂ. ગુરુભગવંત પ્રત્યે કોપ નહીં આવે. સંભવ છે કે કોઈ વાર કઠોર ઉપાયે કરી