________________
વિનયથી રાજાને શ્રી જિનશાસનની પ્રત્યે ખૂબ જ બહુમાન થયેલું. એ વૃત્તાંત ખૂબ જ પ્રસિદ્ધ છે. પ્રવચનશક્તિ, તપની કઠોર સાધના, અસાધારણ વિદ્વત્તા અને સહજભાવે કરાતું વૈયાવૃજ્ય વગેરે ગુણો પણ વિનય વિના ફળને આપનારા બનતા નથી. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનની પ્રભાવના વિનયથી થાય છે-આ વાત ખરેખર જ ધ્યાનમાં લીધા વિના ચાલે એવું નથી. કોણ જાણે કેમ આવું થાય છે એ સમજાતું નથી. લગભગ પ્રભાવનાને કરનારામાં વિનયનું આચરણ જોવા ન મળે. અહંકારનો લેશ પણ બીજાના અસ્તિત્વનો સ્વીકાર પણ કરવા ના દે તો પછી બીજાના વિનયની તો અપેક્ષા રખાય જ ક્યાંથી ? પાણીના સિંચન વિના વૃક્ષ વધે નહીં એ સમજી શકનારા વિનય વિના શ્રી જિનશાસનની ઉન્નતિ ન થાય એ સમજી શક્તા નથી-એ એક આશ્ચર્ય જ છે ને ? ૨૯-૧ળા
વિનયને નહિ કરનારાને કેવો અપાય પ્રાપ્ત થાય છે તે દષ્ટાંતપૂર્વક જણાવાય છેविनयं ग्राह्यमाणो यो, मृदूपायेन कुप्यति । उत्तमां श्रियमायान्तीं दण्डेनाऽपनयत्यसौ ॥२९-१८॥
મૃદુ-અત્યંત કોમળ વચનોના ઉપાય વડે વિનયને
KNOW ૨૪