Book Title: Vinay Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 27
________________ न चैवमस्य भावत्वाद्, द्रव्यत्वोक्ति विरुध्यते । सद्भावकारणत्वोक्ते, र्भावस्याऽप्यागमाऽऽख्यग ।।२९-१६।। આ રીતે જ્ઞાન માટેના વંદન વગેરે સ્વરૂપ વિનય ભાવસ્વરૂપ હોવાથી તેને દ્રવ્યસ્વરૂ૫ વર્ણવનારાં વચનનો વિરોધ આવે છે-આવી શટ્ટા નહિ કરવી જોઈએ. કારણ કે આગમશબ્દથી ભાવને પણ સદ્ભાવના કારણ સ્વરૂપે વર્ણવ્યો છે.”-આ પ્રમાણે સોળમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે પ્રકટ પ્રતિસવી(શિથિલાચારી)નો જ્ઞાન માટે વિનય કરીએ ત્યારે જ્ઞાન માટે કરેલો વિનય ભાવસ્વરૂપ હોવાથી તેને દ્રવ્યસ્વરૂપ માનવાનું વિરુદ્ધ બનશે. ‘ઉપદેશપદમાં અપવાદપદે કરેલા વિનયને દ્રવ્યસ્વરૂપે વર્ણવ્યો છે. તેથી તેનો અહીં વિરોધ આવે છેએવી શા નહિ કરવી જોઈએ. કારણ કે ત્યાં ભાવને પણ (જ્ઞાનને પણ) આગમશબ્દથી પુષ્ટાલંબન તરીકે વર્ણવ્યો છે. અર્થાત્ ત્યાં પણ દ્રવ્યવંદનાંતર્ગત ભાવનિમિત્તક વંદનનું વર્ણન છે જ. જ્યાં પ્રકટ પ્રતિસેવી વગેરેને વંદન કરવાનો પરિણામ ન હોય અને વંદન કરવું પડતું હોય ત્યાં જ દ્રવ્યવંદન માનવાનો નિયમ છે. બાકી તો મોક્ષમાર્ગને અનુસરનારો ભાવનો અંશ જ્યાં ક્યાંય પણ દેખાય તો તે મોક્ષમાર્ગના ઉભાસન (પ્રભાવના) માટે; વંદનાદિ વિનયની યોગ્યતાનું નિમિત્ત જ " કે મ છે. – તે * * * * છે ૨ ૨ : CE) '+' ) " * * * * 1 t - - it - . * . * * - - - * *

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50