________________
આ પ્રમાણે અપવાદથી પણ પ્રકટ રીતે દોષને સેવનારાદિનો જ્ઞાનાદિ માટે ‘અગ્રહિલ-ગ્રહિલ' ન્યાયથી (‘અગ્રહિલ-ગ્રહિલ’ ન્યાયનું તાત્પર્ય એ છે કે પૂર્ણ નામના રાજા અને તેમના બુદ્ધિ નામના મંત્રીશ્વર હતા. કોઈ નૈમિત્તિકે કુવૃષ્ટિ થવાની ભવિષ્યવાણી ભાખી હતી. એ સાંભળીને રાજાએ ઉદ્ઘોષણા કરાવી કે બધાએ પાણીનો સંગ્રહ કરી લેવો. પણ કુવૃષ્ટિનું પાણી કોઈએ પીવું નહિ. ક્રમે કરી નગરના લોકોનો પાણીનો સંગ્રહ પૂરો થઈ ગયો અને તેઓએ વૃષ્ટિનું પાણી વાપર્યું. તેઓ ગાંડા થઈ ગયા. રાજા અને મંત્રીશ્વરે એ પાણી વાપર્યું નહિ. તેથી તેઓ ગાંડા થયા નહિ. પરંતુ નગરના લોકો તેમને ગાંડા માને છે. અને પોતાને ડાહ્યા માને છે. એટલે રાજા અને મંત્રીશ્વર ગાંડા ન હોવા છતાં ગાંડા બની નગરના લોકોની જેમ જ વર્તવા લાગ્યા. તેથી નગરજનોએ તેમને ડાહ્યા માન્યા. કાલાંતરે સુવૃષ્ટિના પાણીના ઉપયોગથી બધું પૂર્વવત્ થઈ ગયું.) દ્રવ્યવંદન જ કરવાનું ‘ઉપદેશપદ’માં જે જણાવ્યું છે, તેનો ભઙ્ગ(વિરોધ) થવાની આપત્તિ આવે છે. કારણ કે અહીં જ્ઞાનગુણની પ્રાપ્તિના હેતુથી શિથિલાચારી આદિને વંદન કરવામાં તો ભાવવંદનનો જ પ્રસંગ આવે છે-આવી શટ્ટાનું સમાધાન કરતાં ‘ઉપદેશપદ'માં જણાવેલી વાત પ્રાયિક છે, તે જણાવાય છે
૨૧