________________
એવા પૂ. ગુરુદેવશ્રીની હીલનાના ફળનું વર્ણન કરાય છેनूनमल्पश्रुतस्याऽपि, गुरोराचारशालिनः । हीलना भस्मसात् कुर्याद्, गुणं वह्निरिवेन्धनम् ॥ २९-१०॥
“અગ્નિ જેમ ઈંધન(બળતણ)ને ભસ્મસાત્ કરે છે તેમ ખરેખર અલ્પજ્ઞાનવાળા પણ આચારસંપન્ન એવા ગુરુદેવની આશાતના, ગુણને ભસ્મસાત્ કરે છે.’-આ પ્રમાણે દશમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે સામાન્ય રીતે શ્રી અરિહંતપરમાત્માદિ તેર પદોની હીલના ન કરવાનું જણાવ્યું છે. એમાં શ્રી અરિહંત પરમાત્માદિ તો સર્વગુણસંપન્ન હોવાથી પ્રાય: તેઓશ્રીની આશાતના-હીલનાનો સંભવ બહુ જ ઓછો રહે છે. પરંતુ આચાર્યભગવંતાદિ તો સમગ્ર ગુણથી પરિપૂર્ણ નથી, છદ્મસ્થ છે. થોડીઘણી ગુણોમાં ન્યૂનતા રહેતી હોવાથી અને અતિપરિચયાદિના કારણે તેઓશ્રીની આશાતનાનો પૂરતો સંભવ હોવાથી તેને અનુલક્ષીને આ શ્લોકમાં જણાવ્યું છે કે વિશિષ્ટ પુણ્ય વગેરે કારણે ગુરુપદે સ્થાપન કરેલા એવા શાસ્ત્ર નહીં ભણેલા, પણ પંચાચારની આરાધનામાં નિરત એવા પૂ. ગુરુભગવંતની હીલના, પોતામાં રહેલા ચારિત્રાદિ ગુણોને એવી રીતે ભસ્મસાત્ કરે છે કે જે રીતે અગ્નિ લાકડાદિ બળતણને ભસ્મસાત્ કરે છે.
સામાન્ય રીતે યોગ્યને જ ગુરુપદે બિરાજમાન કરાય
૧૩