Book Title: Vinay Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ ભેદ થાય છે. તેર પદોને આ રીતે ચારથી ગુણવાથી બધા મળીને અનાશાતનૌપચારિક વિનયના બાવન પ્રકાર છે.. ઈત્યાદિ સ્પષ્ટ છે. ૨૯-૮ ઉપર જણાવેલાં શ્રી અરિહંત પરમાત્માદિ તેર સ્થાનોમાંથી કોઈ પણ એકની પણ આશાતના કરવાથી તાત્ત્વિક રીતે સર્વની આશાતના થાય છે-એ જણાવાય છેएकस्याऽऽशातनाऽप्यत्र, सर्वेषामेव तत्त्वतः । अन्योऽन्यमनुविद्धा हि, तेषु ज्ञानादयो गुणाः ॥२९-९॥ “અહીં એકની પણ આશાતના(હીલનાદિ) કરવાથી તત્ત્વને આશ્રયીને સર્વની જ આશાતના થાય છે. કારણ કે શ્રી અરિહંત પરમાત્માદિમાં પરસ્પર જ્ઞાનાદિ ગુણો એકબીજામાં સમાયેલા છે.'-આ પ્રમાણે નવમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી અરિહંત પરમાત્મા વગેરે તેર પદોમાંથી કોઈ પણ એક પદની હીલના કરવાથી બાકીનાં બધાં જ પદોની હિલના થાય છે. કારણ કે તેઓમાં જ્ઞાનાદિ ગુણો પરસ્પર સંકળાયેલા છે. જે શુદ્ધ જ્ઞાન શ્રી અરિહંત પરમાત્માદિ એક પદમાં છે, તે જ શુદ્ધ જ્ઞાન, શ્રી સિદ્ધપરમાત્માદિમાં પણ છે. તેથી જેમની હીલના કરી છે, તેમનામાં રહેલા જ્ઞાનાદિ

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50