________________
अनाशातनया भक्त्या , बहुमानेन वर्णनात् । द्विपञ्चाशद्विधः प्रोक्तो द्वितीयचौपचारिकः ॥२९-८॥
(શ્રી અરિહંત પરમાત્માદિ તેર સ્થાનોની) આશાતના ન કરવાથી, ભક્તિ કરવાથી, બહુમાન કરવાથી અને વર્ણન કરવાથી બાવન પ્રકારનો બીજો ઔપચારિક વિનય વર્ણવ્યો છે.”- આ પ્રમાણે આઠમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે શ્રી અરિહંત પરમાત્માદિ તેર સ્થાનો(શ્લો.નં. ૭માં જણાવેલાં)ની સર્વથા હીલના ન કરવા સ્વરૂપ અર્થાત્ આશાતનાનું વર્જન કરવા સ્વરૂપ, બીજા ઔપચારિક વિનયનો પહેલો પ્રકાર છે. એના કુલ તેર ભેદ થાય છે.
શ્રી અરિહંત પરમાત્માદિ તેર સ્થાનોની પુષ્પાદિ દ્રવ્યોથી ઉચિત ઉપચાર સ્વરૂપ ભક્તિ, બીજા ઔપચારિક વિનયનો બીજો પ્રકાર છે. એના કુલ તેર ભેદ થાય છે. આ રીતે તે તેર સ્થાનો વિશે આંતરિક પ્રીતિ સ્વરૂપ બહુમાનથી બીજા ઔપચારિક વિનયનો ત્રીજો પ્રકાર થાય છે. તેના પણ કુલ તેર ભેદ થાય છે. અને બીજા ઔપચારિક (અનાશાતના સ્વરૂપ ઔપચારિક) વિનયનો ચોથો પ્રકાર, ઉપર જણાવેલાં તેર સ્થાનોના સભૂત-વાસ્તવિક ગુણોની સ્તવના કરવા સ્વરૂપ છે. એના પણ ઉપર જણાવ્યા મુજબ શ્રી અરિહંત પરમાત્માદિ તેર સ્થાનોને આશ્રયીને તેર