________________
નિરંતર પણ કાય, વચન અને મનની શુદ્ધિથી ઉત્તમ વિનય કરવો જોઈએ.'-આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે જેમની પાસે ધર્મને પ્રાપ્ત કરાવનારાં સિદ્ધાંતપદોનું અધ્યયન કરીએ તેમનો નિરંતર પણ કાય, વચન અને મનની શુદ્ધિ પૂર્વક ઉત્તમ(મોક્ષપ્રાપક) વિનય કરવો જોઈએ. આવો વિનય, ભણતા હોઈએ ત્યારે જ કરવો એવું નહિ પરંતુ ભણી ગયા પછી પણ (પાઠ પછી પણ) નિરંતર કરવો જોઈએ. જો માત્ર સૂત્રગ્રહણકાળમાં જ વિનય કરવામાં આવે તો કુશલ એવા અનુબંધ નાશ પામી જાય. એ અનુબંધ નાશ ન પામે : એ માટે નિરંતર વિનય કરવો જોઈએ. ઈત્યાદિ દશવૈકાલિક સૂત્રમાંથી સમજી લેવું જોઈએ. ર૯-૧રો.
વાચનાચાર્ય ચારિત્ર પર્યાયથી ન્યૂન હોય તો તેઓશ્રીનો વિનય કઈ રીતે કરાય ? આ શટ્ટાનું સમાધાન જણાવાય છેपर्यायेण विहीनोऽपि, शुद्धज्ञानगुणाधिकः । જ્ઞાનપ્રવાસીમથ્થતો રત્નાય: સૃતઃ ર૧-રા
“આથી જ્ઞાનપ્રદાનસામર્થ્યને કારણે પર્યાયથી હીન એવા પણ વિદ્યાગુરુ; શુદ્ધ જ્ઞાનની અપેક્ષાએ અધિક,