Book Title: Vinay Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ અગિયારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય જણાવતાં ટીકામાં ફરમાવ્યું છે કે શક્તિ, શસ્ત્રવિશેષનું નામ છે. શક્તિસ્વરૂપ શસ્ત્રનો અગ્રભાગ ખૂબ જ તીક્ષ્ણ હોય છે. અગ્નિ તેમ જ સર્પ અને સિંહનો ક્રોધ : આ બધા કરતાં પણ અધિક ખરાબ (ભયંકર) ગુરુની હલના છે, જે અનંત દુઃખનું કારણ છે-આ પ્રમાણે શ્રી દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનમાં જણાવ્યું છે. શક્તિનો અગ્રભાગ કે અગ્નિ વગેરે દેવતાના પ્રભાવથી દુઃખનું કારણ ન પણ બને, અથવા એક ભવમાં જ દુઃખનું કારણ બને. પરંતુ ગુરુની હિલના તો આ ભવમાં અને પરભવમાં અવશ્ય અનંત દુઃખનું કારણ બન્યા વિના રહેતી નથી. તેથી તે શત્મગ્ર અને અગ્નિ વગેરે કરતાં અધિક ભયંકર છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. ર૯-૧૧ વિનય વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. તે પણ ગુરુને આધીન છે. તેમનો વિનય કઈ રીતે અવશ્ય કરવો જોઈએ તે જણાવાય છે पठेद् यस्याऽन्तिके धर्मपदान्यस्याऽपि सन्ततम् । कायवाङ्मनसां शुद्ध्या, कुर्याद् विनयमुत्तमम् ॥२९-१२॥ જેમની પાસે ધર્મપદોનો અભ્યાસ કરે, તેમનો

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50