Book Title: Vinay Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ છે. પરંતુ કોઈ વાર ગચ્છની સારસંભાળ કરનાર કોઈ પણ રીતે પોતાની જવાબદારી વહન કરવા માટે સમર્થ ન રહે ત્યારે બીજા કોઈ ગીતાર્થ સંભાળી શકે એવા ન હોય અને જે સંભાળી શકે એવા હોય તે ગીતાર્થ-ભણેલા ન હોય, આવી સ્થિતિમાં શાસ્ત્ર નહીં ભણેલાને પણ ગુરુપદે સ્થાપન કરવા પડતા હોય છે. આવા ગુરુભગવંત ભણેલા નથી, પર્યાયમાં નાના છે અથવા નીચકુળમાંથી આવેલા છે. ઈત્યાદિ દોષોની અપેક્ષાએ તેમની હિલના ન કરવી જોઈએ. જો કોઈ તેઓશ્રીની હીલના કરે તો તે પોતાના ચારિત્રગુણોને ખલાસ કરે છે... ઈત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. જિજ્ઞાસુએ તેના જ્ઞાતાઓ પાસેથી સ્પષ્ટપણે સમજી લેવું જોઈએ. ૨૯-૧૦ના પૂ. ગુરુદેવશ્રીની હીલનાને, તેના ભયંકર વિપાકને આશ્રયીને વર્ણવાય છે शक्त्यग्रज्वलनव्यालसिंहक्रोधातिशायिनी । મનન્ત,વજનની, ર્તિતા પુદીના રર-શા “શક્તિનો અગ્રભાગ, અગ્નિ, સર્પ અને સિંહના ક્રોધ કરતાં પણ વધારે ભયંકર અનંતદુઃખને આપનારી ગુરુહિલના છે-એમ શાસ્ત્રમાં જણાવ્યું છે.'-આ પ્રમાણે

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50