Book Title: Vinay Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ છે. ત્યારે શ્રી કેવલજ્ઞાનીને પણ ઉપચારવિનય (પ્રતિરૂપયોગાત્મક ઉપચારવિનય) હોય છે. પરંતુ જ્યારે કેવલી પરમાત્માને કેવલજ્ઞાન થયું છે એની જાણ બીજાને થઈ હોય ત્યારે તેઓશ્રી બીજાની પ્રત્યે કાયિકાદિ વિનય કરતા ન હોવાથી શ્રી કેવલીપરમાત્માને અપ્રતિરૂપ જ વિનય હોય છે. તાદશ જ વિનયથી તેઓશ્રીનાં કર્મોની નિર્જરા થાય છે-આ વસ્તુને જણાવવા માટે શ્લોકમાં પ્રવ: પદનું ઉપાદાન છે. શ્રી દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનની નિયુક્તિમાં એ વાત જણાવતાં ફરમાવ્યું છે કે-'પ્રતિરૂપ વિનય, બીજાને અનુસરવા સ્વરૂપ જાણવો. શ્રી કેવલી-પરમાત્માને તો તેનાથી ભિન્ન અપ્રતિરૂપ (બીજાને ન અનુસરવું) વિનય હોય છે.'... ઈત્યાદિ બરાબર સમજી લેવું. ૨૯-૬ બીજા અનાશાતનાસ્વરૂપ ઔપચારિક વિનયનું વર્ણન કરાય છે अर्हसिद्धकुलाचार्योपाध्यायस्थविरेषु च । गणसङ्घक्रियाधर्मज्ञानज्ञानिगणिष्वपि ॥२९-७।। શ્રી અરિહંત પરમાત્મા, સિદ્ધપરમાત્મા, કુળ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણ, સ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની અને ગણીને વિશે પણ (ચાર ચાર પ્રકારે

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50