Book Title: Vinay Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ मानसश्च द्विधा शुद्धप्रवृत्त्याऽसन्निरोधत: । छद्मस्थानामयं प्रायः, सकलोऽन्याऽनुवृत्तितः ॥२९-६॥ “શુદ્ધપ્રવૃત્તિ અને અસત્ પ્રવૃત્તિના નિરોધને લઈને માનસિક ઉપચારવિનય બે પ્રકારનો છે. પ્રાય: બીજાને અનુસરવાથી આ બધો વિનય છદ્મસ્થ આત્માઓને પ્રામ થાય છે.''-આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. જેનો આશય વર્ણવતાં ટીકામાં ફરમાવ્યું છે કે માનસ ઉપચાર વિનય બે પ્રકારનો છે. એક પ્રકાર ધર્મધ્યાનાદિની પ્રવૃત્તિને લઈને છે. બીજો પ્રકાર આર્દ્રધ્યાનાદિના પરિહારને લઈને છે. શુભધ્યાનથી યુક્ત એવા મનની ઉદીરણા કરવી અને અકુશલ એવા મનનો નિરોધ કરવો. આ રીતે માનસ ઉપચારવિનયના બે પ્રકાર છે. આ બધો પ્રતિરૂપયોગાત્મક ઉપચારવિનય, છદ્મસ્થ આત્માઓને પોતાથી અતિરિક્ત એવી પ્રધાન(મોટા) વ્યક્તિને અનુસરવાથી સંભવે છે. શ્લોકમાં પ્રાયઃ શબ્દનું ગ્રહણ એટલા માટે કર્યું છે કે ‘ઉપર જણાવ્યા મુજબ પ્રતિરૂપયોગાત્મક ઉપચારવિનય મોટા ભાગે છદ્મસ્થ આત્માઓને જ સંભવે છે તેથી કોઈવાર કેવલીપરમાત્માને પણ એ સંભવે છે.' એ અર્થ જણાવી શકાય. કેવલી ભગવંતોને કેવલજ્ઞાન થયું છે-એ, બીજાને જાણવા ન મળ્યું હોય ત્યાં સુધી તેઓશ્રી પણ માતા-પિતાદિનો વિનય કરે ૭

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50