________________
પ્રકાર છે. વંદન કરવા સ્વરૂપ પાંચમો પ્રકાર છે. વિધિપૂર્વક બહુ નજીક પણ નહિ અને દૂર પણ નહિ-એ રીતે ગુરુદેવાદિની સેવા કરવી તે શુશ્રુષા સ્વરૂપ છઠ્ઠો પ્રકાર છે. પૂ. ગુરુદેવાદિ વડીલ જનો જતા હોય ત્યારે પાછળ વળાવવા જવું અને તેઓશ્રી આવતા હોય ત્યારે સામે લેવા જવું તે અનુક્રમે કાયિક ઉપચારવિનયનો સાતમો અને આઠમો પ્રકાર છે. ર૯-૪
વાચિક ઉપચારવિનયના પ્રકાર જણાવાય છેकायिकोऽष्टविधश्चायं, वाचिकश्च चतुर्विधः । हितं मितं चाऽपरुष, ब्रुवतोऽनुविचिन्त्य च ॥२९-५।।
“આ રીતે કાયિક ઉપચારવિનય આઠ પ્રકારનો છે. તેમ જ વાચિક ઉપચારવિનય ચાર પ્રકારનો છે. હિતકર, પરિમિત, અકઠોર અને બરાબર ચિંતવીને બોલનારને ચાર પ્રકારનો વાચિક વિનય થાય છે.”-આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે ચોથા શ્લોકમાં જણાવેલા અભિગ્રહાદિસ્વરૂપ આઠ વિનયના પ્રકારો કાયિક ઉપચારવિનયના છે. હિતકર બોલવું, પ્રમાણસર બોલવું, અકઠોર બોલવું અને સારી રીતે વિચારીને બોલવું : આ ચાર વાચિક ઉપચાર વિનયના (પ્રતિરૂપયોગાત્મક
NSSSSSSSSSSSS SSSSSSSSSSS ૫