Book Title: Vinay Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 8
________________ વિનયમાં વિનયત્વ; પૂર્વકર્મનું વિનયન અને ઉત્તરકમના બંધનો અભાવ : આ સ્વરૂપ છે. આ વિન’ પદનું પ્રવૃત્તિનિમિત્ત છે... ઈત્યાદિ સમજી લેવું. જર૯-રા જ્ઞાનાદિ પાંચ પ્રકારના વિનયમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રના આઠ આઠ પ્રકારો અને તપના બાર પ્રકારો પ્રસિદ્ધ છે. પાંચમા ઉપચારવિનયના પ્રકારો હવે જણાવાય છેप्रतिरूपेण योगेन, तथाऽनाशातनात्मना । उपचारो द्विधा तत्राऽऽदिमो योगत्रयात् त्रिधा ॥२९-३॥ ત્રીજા શ્લોકનો અર્થ પણ સ્પષ્ટ છે કે ઉચિત આચરણના યોગથી અને આશાતનાના અભાવથી ઉપચારવિનય બે પ્રકારનો છે. એ બે પ્રકારના ઉપચારવિનયમાં પ્રથમ જે ઉચિતયોગસ્વરૂપ ઉપચારવિનય છે; તે મન, વચન અને કાયાના ત્રણ યોગને આશ્રયીને ત્રણ પ્રકારનો છે. આથી સમજી શકાશે કે પ્રતિરૂપ(ઉચિત)યોગ અને અનાશાતના : આ બે પ્રકારે ઉપચારવિનય બે પ્રકારનો છે અને માનસિક, વાચિક અને કાયિક : આ ત્રણ ભેદથી પ્રતિરૂપયોગાત્મક પ્રથમ ઉપચારવિનય ત્રણ પ્રકારનો છે, જે; અનુક્રમે મન, વચન અને કાયાની ઉચિત પ્રવૃત્તિ સ્વરૂપPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50