Book Title: Vinay Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 7
________________ વિના ચારિત્ર મળતું નથી અને ચારિત્ર વિના મોક્ષ મળતો નથી. આ રીતે ધર્મસ્વરૂપ વૃક્ષનું મૂળ વિનય છે એ સ્પષ્ટ છે, જેનું ફળ અપવર્ગ છે. જન્મ, જરા અને મરણાદિનો ઉચ્છેદ જેમાં થાય છે-તેને અપવર્ગ કહેવાય છે. ।।૨૯-૧૦ વિનયનો વિભાગ કરાય છે અર્થાર્ તેના પ્રકાર જણાવાય છે– ज्ञानदर्शनचारित्रतपोभिरुपचारत: । અર્થ 7 પદ્મધા મિત્રો, ર્શિતો મુનિપુનૈઃ ॥૨૬-રા શ્લોકાર્થ સ્પષ્ટ છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને ઉપચારને આશ્રયીને વિનય પાંચ પ્રકારનો છે – એ મહામુનિઓએ જણાવ્યું છે. અન્યત્ર વિનયના પાંચ પ્રકાર પ્રકારાંતરથી જણાવ્યા છે. તેમ જ કોઈ કોઈ સ્થાને વિનયના ચાર પ્રકાર જણાવ્યા છે. વિવક્ષાભેદથી એ સમજી લેવાનું સ્પષ્ટ છે. અહીં દીક્ષાની સફળતાને અનુકૂળ એવા વિનયનું જ મુખ્ય રીતે નિરૂપણ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર વગેરે સ્વરૂપ ધર્મને અહીં જે વિનયસ્વરૂપે વર્ણવ્યો છે, તેનું કારણ સ્પષ્ટરૂપે સમજી શકાય છે કે જ્ઞાનાદિથી પૂર્વકર્મો દૂર થાય છે અને નવાં કર્મોનો બંધ થતો નથી. અર્થાદ્ જ્ઞાનાદિ ૨Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50