________________
ઉપચારવિનયના) પ્રકાર છે.
જે બોલવાથી પરિણામ સુંદર આવે એવા પરિણામસુંદર વચનને હિતકર(હિતસ્વરૂપ) કહેવાય છે. એવા હિતકર વચનને બોલનારાને પ્રથમ વાચિક વિનય પ્રાપ્ત થાય છે. હિતકારક એવું પણ વચન ખૂબ જ થોડું અલ્પ અક્ષરવાળું બોલવું જોઈએ. એક વાક્યથી ચાલતું હોય તો બીજું વાક્ય નહીં બોલવું જોઈએ. આ પ્રમાણે થોડું બોલનારને દ્વિતીય વાચિક વિનયની પ્રાપ્તિ થાય છે. પરિણામસુંદર અને થોડું પણ વચન અનિષ્ફર-સ્નેહથી યુક્ત બોલવું જોઈએ. પરંતુ પરુષ-કઠોર નહીં બોલવું જોઈએ. આ પ્રમાણે અનિષ્ફર બોલનારને તૃતીય વાચિક-વિનયની પ્રાપ્તિ થાય છે. અનિષ્ફર, મિત અને હિતસ્વરૂપ વચન પણ, સારી રીતે વિચારીને બોલવું જોઈએ. સામે કોણ છે, તે કેવો છે, તેને કહ્યા પછી કહેવાનું પરિણામ કેવું આવશે... ઈત્યાદિનો ચોક્કસપણે વિચાર કરીને પછી જ બોલવું. આ પ્રમાણે સારી રીતે વિચારીને બોલનારાને ચતુર્થ વાચિક વિનયની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે વાચિક ઉચિત યોગાત્મક ઉપચારવિનય ચાર પ્રકારનો છે. ર૯-પા
માનસિક વિનયના પ્રકારો જણાવાય છે