Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
પ્રથમ: સń:/
જિનેશ્વરોના (પણ) દેવોથી પૂજાએલાં ચરણકમલોને હું નમસ્કાર કરું છું
श्रुतदेवि नमस्तुभ्यं, क्षुभ्य क्षोभकरं मम ।
विघ्नवृंदं सकंदं त्वं सदानंदविडंबकम् ॥ ७ ॥
1
હે શાસનદેવી ! તારા પ્રતે (પણ) નમસ્કાર થાઓ! (મને આ ગ્રંથ રચવામાં) ભય કરનારા તથા હંમેશાં આનંદને વિડંબના કરનાર, એવા મારા અંતરાયના સમૂહને તું જડમૂળમાંથી ક્ષોભ પમાડ !
वंदे मम गुरुं तं च चारित्रविजयाह्वयम् ।
परोपकारिणां धुर्यं, चित्रं चारित्रमाश्रितम् ॥ ८ ॥ પરોપકારીઓમાં અગ્રેસર એવા તે શ્રી ચારિત્રવિજયજી નામના મારા ધર્મગુરુને હું વંદન કરું છું ( તે ગુરુ મહારાજના સંબંધમાં આશ્ચર્યની વાત તો એ છે કે, પોતે નામ વડે કરીને ચારિત્રને જીતીને પણ) ચારિત્રનો આશ્રય કરીને રહેલા છે !
श्रीहंसविजयं वंदे, मुनिश्रेष्ठं महीतले । श्मश्रुलोममिषेणेव, मुक्तिरामाकटाक्षितम् ॥ ९ ॥
ડાઢીમૂછના કેશોના મિષથી જાણે મુક્તિરૂપી સ્ત્રીથી કટાક્ષિત થએલા હોય નહિ, એવા (આ) પૃથ્વીપીઠ પર રહેલા મહામુનિ શ્રી હંસવિજયજીને હું નમસ્કાર કરું છું.
तच्छिष्यं गुरुसंभक्तं, श्रीसंपद्विजयाह्वयम् ।
नौमि यदिच्छयैवायं, ग्रंथो हि निरमीयत ॥ १० ॥
જેમની ઇચ્છાથી આ (શ્રી વિજયાનંદાભ્યુદય મહાકાવ્ય) નામનો ગ્રંથ બનાવેલો છે. એવા તે શ્રી હંસવિજયજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org