________________
-
૧૨
શાસનપતિ પરમાત્મા ઉપર અફાટ ભક્તિ ઉત્પન્ન કરવાની જેમ આ જ | સરળ માર્ગ છે, તેમ શ્રેષ્ઠ માર્ગ પણ હાલના તબકકે આ જ છે. • સહના અંતરમાં શાસનપતિ પરમાત્માની મંગલ પધરામણું થઈ જાય, સહને એમના શાસન પ્રત્યે અપાર પ્રીતિ જાગી જાય પછી આપણે સૌ વર્તમાન ભીષણ યુદ્ધની પરિસ્થિતિને અનુલક્ષીને કેટલાંક મંતવ્ય નિશ્ચિત કરીએ કે –
૦ સહુસહુના આર્યધર્મમાં સ્થિર બની રહે. ૦ પાશ્ચાત્ય જીવનપદ્ધતિને સહુ દફનાવો. ૦ પાશ્ચાત્ય વિચારસરણીને સહુ દૂર કરો. ૦ વર્ણવ્યવસ્થાને ધિક્કારવાની વાતમાં કઈ સામેલ ન થાઓ. ૦ સંતશાહીનાં ઉત્તમોત્તમ મૂલ્યોને સીધી કે આડકરી રીતે તોડી પાડતી કોઈ પણ પ્રવૃત્તિને જરા પણ સાથ ન આપો. 9 પ્રાચીન ગૌરવવંતી પરંપરાઓના સહુ ચુસ્ત હિમાયતી બની રહે. ૦ જૈનત્વની ખુમારી ઘટઘટમાં સ્થાપ. રત્નત્રયીને અને તત્વત્રયીને સદા શિર ઝુકા. ૦ જમાનાવાદનાં જૂઠાણુઓને સખ્ત રદિયો આપો. એકતાને બદલે એકસંપીની વાતને જ સાથ આપે. ૦ મુગ, પ્રગતિના જુઠથી સદા છેટા રહે.
ઘાતકી સુરંગેની જાળને છેદી–ભેદી નાખવા માટે આપણે આટલું જરૂર કરીએ. ત્યાર બાદ ત્રિલોકનાથ જગત્પતિ તીર્થંકર પરમાત્માએ ફરમાવેલી આજ્ઞાથી પ્રતિબદ્ધ જીવન જીવવાનો દઢ સંકલ્પ કરીએ અને શકય એટલું પાલન કરીએ. આજ્ઞાપ્રેમી બનીએ, અને કોને આજ્ઞાપ્રેમી બનાવીએ. સુવિશુદ્ધ આજ્ઞાપાલનમાં જ પેલાં ભેદી અને ભયાનક આક્રમણોનો વિનાશ કરવાની પ્રચંડ શક્તિ પડેલી છે એ વાત આપણે કદી ન વીસરીએ. આ સુવિશુદ્ધ આજ્ઞાપાલન પણ આજ્ઞા પ્રત્યેના ભારોભારના બહુમાનથી જ આવે અને આજ્ઞા પ્રત્યે એવું બહુમાન ઉત્પન્ન કરવા દેવા માટે જ આ પુસ્તક છે. ચાલો ત્યારે શરૂ કરે એનું વાંચન...ઉત્પન્ન કરે આજ્ઞા બહુમાન...અને પાલન કરવા લાગી જાઓ સુવિશુદ્ધ આજ્ઞાઓનું. એથી નિષ્ફળ બનશે ભેદી આક્રમણે અને સફળ બનશે મેઘેરું માનવજીવન. સમગ્ર વિશ્વના સર્વ જીવોઃ
એકબીજાના મિત્ર બનીને જીવો અને અન્યને જીવવા દે. પ્રાચીન - આર્યપરંપરાનાં ગૌરવોને પોતાના સ્વાર્થ ખાતર કોઈ હાનિ ન પહોંચાડો. સર્વ ત્રિલોકગુરુ તીર્થંકર પરમાત્મા મહાવીરદેવનું શાસન અબાધિતપણે પ્રવર્તે. ૨૦૨૬, ધનતેરસો. ધ્રાંગધ્રા
મુનિ ચન્દ્રશેખરવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org