________________
વિજ્ઞાન અને ધર્મ, કક્ષામાં ઊભે રહી શકે એ એક પણ બ્રાહ્મણ વિદ્વાન એ સમય. ન હતું. પણ હરિભદ્રને એના પાંડિત્યનું અજીર્ણ તે જરૂર થયું હતું. ગમે તેમ હોય, પણ એ પાંડિત્યને ગ” જ એને મગજમાં એક વાત દઢતા સાથે બેસી ગઈ હતી કે જગતમાં એવું કોઈ શાસ્ત્ર નથી, એ કઈ શબ્દ નથી જેને ભાવ એ ન સમજી શકતે. હોય. આથી જ એણે પ્રતિજ્ઞા કરી હતી કે જે કોઈ તેવું એકાદ પણ શાસ્ત્રવચન મારી બુદ્ધિથી અણઊકલ્યું જોવા મળશે તે તેને અર્થ ઉકેલી આપનારને હું આજીવન દાસ બની જઈશ.
આ પ્રતિજ્ઞાએ જ પુરેડિત હરિભદ્રને, મુનિ હરિભદ્ર બનવવામાં માટે ફાળે આપે; એણે જ એને જિનધર્મના કરવી. મટાડીને જિનધર્મના ઝંડાધારી બનાવ્યા; સ્વનું કારમું અહિત કરતા અટકાવીને, અગણિત આત્માઓને મુક્તિપંથના મહાયાત્રી બનાવ્યા.
- એક વખતની વાત છે. દિવસનો સમય હતે. સાધ્વીજી મહારાજના ઉપાશ્રયમાં એક સાધ્વીજી ક્ષેત્રસમાસ નામના ગ્રન્થને મુખપાઠ કરતાં હતાં. એમાં એક લેક વારંવાર બેલતાં તેમને હરિભ સાંભળ્યાં. અરે ! આ શું બેલે છે? શું આને અર્થ? ઘણું મહેનત કરી, પણ ન જ સમજાયું. ઉપાશ્રયમાં ગયા. સાધ્વીજીને હાથ
ડી એ લૅકને અર્થ સમજાવવાની વિનંતિ કરી. સાધ્વીજીએ તરત કહ્યું, “એ કામ મારું નહિ. જાઓ, અમારા આચાર્ય ભગવંતની પાસે. તે જ તમને સુંદર રીતે આ કલેકને અર્થ સમજાવશે.”
અર્થધ ન થાય ત્યાં સુધી વિદ્યાવ્યાસંગી હરિભદ્રને હવે ચેન પડે તેમ ન હતું. હરિભદ્ર આચાર્યશ્રીની પાસે ગયા.
પવિત્રતાના મૂર્તિમાન પુંજશા આચાર્યશ્રીને જોઈને જ હરિભદ્ર થીજી ગયા! એજસનું સરવરિયું છલકાયું હતું મુખ ઉપર; સર્વધર્મ માધ્યસ્થભાવ રેમરોમમાં પરગમી ગયેલે દેખાતું હતું, જિનધર્મનાં શુદ્ધ સત્યને પામ્યાનું ગૌરવ તે સમગ્ર અંગને જાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org