________________
વિજ્ઞાનનાં ફરતાં વિધાને
[૨૧
વિજ્ઞાને એવી અનેક શેઠે આજે કરી છે જેને નિદેશ જિનાગમની અંદર પહેલેથી જ કરી દેવામાં આવ્યો છે. એવી તે અઢળક વાત જિનાગમાં કહેલી પડી છે, જગને એની ગંધ પણ નથી. આ પુસ્તકમાં એમાંની કેટલીક વાતો અહીં રજૂ કરવી છે જેને વૈજ્ઞાનિકોએ આજે જાહેર કરી, પરંતુ જે જિનાગમમાં તે સેંકડે વર્ષો પહેલાં કહેવાઈ ચૂકી છે.
છે અને તે સાબિત થવાની કથા
પતાએ માન્યતા
આ ચિન્તનના પાયા ઉપરની ઈમારતને ચણવાને આરંભ કરવામાં આવે તે પૂર્વે એક સૂચન કરી દેવાનું મુનાસિબ લાગે છે કે જે વિજ્ઞાનનાં સંશોધનના આધારે જિનાગમની સત્યતા પ્રગટ કરવી છે અને તે માટે જિનાગમના પ્રરૂપક ભગવાન જિન સર્વજ્ઞ જ હતા એ વાત સાબિત કરવી છે તે વિજ્ઞાનનાં સંશાધને પણ અંતિમ સત્ય છે એવું માની લેવાની કશી જરૂર નથી. કેમકે વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધતા વૈજ્ઞાનિકની માન્યતાઓ પણ સતત પરિવર્તનશીલ જોવા મળી છે. આમ એક વિષયની માન્યતાઓ સતત પરિવર્તન પામતી હોય ત્યારે પણ એ વિષય અંગે જિનેશ્વરદેએ જિનાગમમાં જે કહ્યું હોય તે વિજ્ઞાન સદૈવ ધ્રુવના તારાની જેમ સ્થિર-અપરિવર્તનશીલ જ રહે છે. અને અંતે એ વૈજ્ઞાનિક પણ સત્યની ખોજ કરવાના (!) તેમના અભિપ્રાયને લીધે તેઓ જિનના વિધાનને લગભગ કે સંપૂર્ણ મળી જાય છે. આવું તે ઘણી ઘણી વાતોમાં બનતું રહ્યું છે. આ બધું જોતાં એમ લાગે છે કે જે વિજ્ઞાન સાચે જ સત્યની જ શોધમાં આગેકદમ માંડતું હોય તે એકવાર તમામ વિવાદાસ્પદ સંશોધનના અંતે તે તેને શ્રીજિનાગમના તે વિષય અંગેના વિધાનને સંમત થવું જ પડશે. જે આમ થશે તે આત્મા, કર્મ વગેરે ઘણું ઘણું વાતે કે જેમાં જે વિજ્ઞાન, જિનાગમની ખૂબ જ નજદીક તે આવી ગયું છે તેની સાથે એકરસ થઈને એક જ બની જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org