________________
૨૪]
વિજ્ઞાન અને ધર્મ
માણસોએ લેખિત લખાણ આપ્યું કે તેમણે પ્રકાશ સામે પથ્થર પડતા જોયા. કેટલાય લેકેએ સોગંદપૂર્વક આ જ વાત કરી. વૈજ્ઞાનિકેન કમિશનને પડેલા પથ્થરના કટકાઓ પણ આપવામાં આવ્યા. ખેર, એ બધું ય પત્રિકાઓમાં છાપ્યું તે ખરું જ, પણ એવી ભાષામાં છાપ્યું કે જેથી આવી બધી વાતને માનનારાઓની લેકમાં હાંસી-મશ્કરી જ થાય. અધૂરામાં પૂરું, કમિશનના આ રિપોર્ટની નીચે ‘બર્થલન” નામને વૈજ્ઞાનિક નેધ કરે છે કે, “આ રિપોર્ટ અંગે અમારે શું ટીકાટિપણું કરવું? જે વાત પ્રત્યક્ષથી જ તદ્દન જૂઠી છે. આકાશમાંથી પથ્થરો પડવાને જ જ્યાં સંપૂર્ણ અસંભવ છે ત્યાં અમારે શું લખવું? ડાહ્યા લેકે ઉપર જ આવી ઘેલી વાતને નિર્ણય કરવાનું અમે છોડી દઈએ છીએ.”
પરંતુ વૈજ્ઞાનિકના આ નિર્ણયને કુદરતે જાણે સાંભળ્યો જ ન હોય તેમ ફરી જ્યાં ને ત્યાં એકદમ પથ્થરે પડવા લાગ્યા. એમાં પણ છેવટે ૧૮૦૩ની સાલમાં કાન્સમાં એક ગામ ઉપર તે પુષ્કળ ઉલ્કાઓ પડી.
અહીં હવે “એકેડેમીની પૂર્વની શ્રદ્ધા હાલી ગઈ. તેણે બા (Biot) નામના વૈજ્ઞાનિકને તપાસ કરવા ક્રાંસ મેકલ્યું. તેણે પૂરી તપાસના અંતે જાહેર કર્યું કે, “પથ્થરો પડે છે અને તે પણ આકાશમાંથી જ.”
આમ અંતે વિજ્ઞાને “ઉલ્કા જેવી આકાશમાંથી પડતી વસ્તુ માની. વૈજ્ઞાનિકોમાં જેમ સત્યાન્વેષિતા એક સારી વસ્તુ છે તેમ સંશોધન કરતાં એમને જે કાંઈ દેખાયું એ સાચું જ છે તેમ એકદમ જાહેર કરી દેવાની અહંકાર-વૃત્તિનું એક અશુભ તત્વ પણ એમનામાં ખીચોખીચ ભરેલું જોવા મળે છે. આથી જ વૈજ્ઞાનિકોનાં સંશોધને હંમેશાં સંદિગ્ધ રહેવાની શક્યતા ઘણું રહે છે. વળી જે વસ્તુ, એમની અનુભૂતિમાં કદી આવી હતી નથી એની બાબતમાં પણ એને અસત્ય કહી દેવાના સાહસથી તેઓ મુક્ત રહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org