________________
અગણિત વંદન, જિનાગમેાને
[૯
જો હા, તે ખૂબ આનંદની વાત. જો ના, તે તે ખૂબ જ દુઃખની
ના ગણાય.
જિનાગમ મળવા માત્રથી સનાથતાનું ભાન થતું નથી. એને તે મેળવીને પચાવી જાણુવુ. જોઈએ. એમાં ખીચાખીચ ધરાચેલાં અગણિત સત્યાને સ્પર્શીવાં જોઈએ. એનામાં સત્ર હાઈ ગયેલી પરધમ સહિષ્ણુતાની ભાવનાને આંખે આંખ નિહાળવી જોઇએ, એનામાં રહેલી સંવાદિતાને નિહાળવી જોઈએ.
અક્સાસની વાત તે એ છે કે આધુનિક યુગમાં અર્થ અને કામની પ્રાપ્તિ પાછળ માનવ એવા ઘેલા બન્યા છે કે એની ખાતર એણે પાતાનું તન નીચાવી નાંખ્યુ છે. મીઠું વેરી દીધુ છે, મગજ ધાઈ નાખ્યુ છે, જીવન બરબાદ કર્યું છે, અમૂલ્ય સમય વેડફી નાખ્યા છે.
આટલું બધું કર્યા પછી પણ ભયાનક રાગેાએ એને પીછા પકડયો છે. શું હજી રાગાને એ નિવારી શકાયા નથી?
ઘડપણ એની પાછળ જ દોડી આવ્યુ છે. હજી એને ટાળી શકયો નથી ?
માત એના માથે લટકી રહ્યું છે, હજી એ ભય દૂર ભગાવી શકયો નથી ? એટલે આ ત્રણેય--રાગ, જરા અને મરણ ધસી આવીને એના જીવનના બધા દાવ નિષ્ફળ કરી રહ્યા છે.
માનવની આ તે કેવી કરુણતા કે એણે આ બધુ મેળવ્યું છે છતાં એ બધું ય—રાગૈા ( Disease ), જરા (Deacy ) અને મૃત્યુ (Death )ના સપાટા વીઝતાં જ નકામુ ખની જાય ! એના એક જ ઝપાટે એકાએક બધું મૂકી દેવું પડે !
જેની ખાતર જીવનની ખેતી કરી નાખી એ બધુ ય અંતે મૂકી દઈને કચાંક ચાલ્યા જવાનું; જ્યાં કોઈ સ્વજન નથી, કઈ મકાન નથી, કેાઈ સ્થાન નથી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org