________________
૧૪]
વિજ્ઞાન અને ધર્મ
પણ સાપેક્ષવાદનું તલસ્પર્શી જ્ઞાન જેણે મેળવ્યું છે તે આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ ઉપર સુંદર સમજણ જરૂર આપી શકે
એટલે સત્યના પુરસ્કર્તામાં બે વસ્તુ લેવી જરૂરી છે, રાગરેષ-રહિતતા અને વિષયનું જ્ઞાન.
અહીં પણ એ વાત સમજી રાખવી કે રાગ-દ્વેષથી સર્વથા મુક્ત બને તે જ સર્વજ્ઞ બને છે, અને તેથી તે જ સર્વજ્ઞાત્વના પ્રકાશ વડે વસ્તુમાત્રનું સત્ય સ્વરૂપ બતાડી શકે છે.
શ્રીજિન જ્યાં સુધી સર્વજ્ઞ બન્યા ન હતા ત્યાં સુધી (આ જ કારણે) મૌન રહ્યા હતા. અલ્પજ્ઞાનથી કેઈ પણ નિગૂઢ રહસ્યમય પદાર્થનું સત્ય બતાડવા જતાં અસત્ય પણ નિરૂપાઈ જવાને ભય હતે માટે સર્વજ્ઞ–સર્વ પદાર્થના જ્ઞાતા-બન્યા વિના સત્ય શું છે? તે કેઈને જણાવ્યું ન હતું.
સંપૂર્ણ જગતને પ્રત્યક્ષ કરી દેતા સર્વજ્ઞત્વને પામવા માટે કાંઈ ચેટી બાંધીને ધૂણવાનું ગેખવાનું નથી હોતું કે એકાંતમાં જઈને ગ્રંથે ભણવાના નથી હોતા. આત્માના જ્ઞાનને એ અનંત પ્રકાશ રાગરજનાં જે આવરથી ઢંકાઈ ગયે છે તે કલુષિત આવરણને હટાવવાને જ ભીષણ પુરુષાર્થ ત્યાં સાધવાને હેય છે. જેમ જેમ વસ્તુ પ્રત્યે રાગ-રેષના ભાવે દૂર થતા જાય છે તેમ તેમ અંતરમાં જ્ઞાનને પ્રકાશ પથરાતે જાય છે. એટલે સર્વજ્ઞ બનવા માટે પણ જ્ઞાની થવાનું આવશ્યક નથી કિન્તુ રાગ-દ્વેષના ભાવેથી સર્વથા પર જવાનું જરૂરી છે. જિન શબ્દ પણ આ જ વાત સૂચવે છે કે તેઓ રાગ-દ્વેષને જીતનારા છે. જેઓ ત્યાગ-તપની પ્રચંડ પુરુષાર્થની ભઠ્ઠીમાં રાગ-રોષનાં ઇંધનેને નાખીને ભસ્મસાત કરે છે. તેઓ એક વાર વીતરાગ બને છે, એ પછી તે આંખના પલકારા જેવા ટૂંક સમયમાં જ તેઓ સર્વજ્ઞ બની જાય છે, અને ત્યાર પછી તરત તેઓ વિશ્વના જીને ધર્મને-સત્યને બધા આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org