________________
૧૮]
વિજ્ઞાન અને ધર્મ સંદેહ ન રહે અને એ બેના સહયોગમાંથી જ નિષ્પન્ન થતી તેમની સત્યવાદિતામાં કઈ શંકા ન રહે.
જેને આ રીતે તેમના વીતરાગત્વ, સર્વજ્ઞત્વ અને સત્યવાદિત્વમાં અતૂટ વિશ્વાસ બેસી જાય છે તેમને આત્મા, કર્મ, પરલેક, મક્ષ વગેરે ઈન્દ્રિયાતીત વાતમાં પણ કઈ શંકા થતી જ નથી. જિનની કોઈ પણ વાતમાં લેશમાત્ર પણ પ્રશ્ન તેઓ કરતા જ નથી.
આમાં કશું આશ્ચર્ય પામવા જેવું પણ નથી. એક ઠેકટર ઉપર જે દરદીને પરિપૂર્ણ શ્રદ્ધા બેસી જાય છે તે કદાપિ ડોકટરની અપાયેલી દવા ઉપર અવિશ્વાસ કરતું નથી. દવાની બાટલી ઉપર પિઈઝન' લખ્યું હોય તે પણ તે દરદી એટલું પૂછવાની કલ્પના પણ કરી શકતા નથી, કે “લાવ, ડોકટરને પૂછું તે ખરો કે એમાં ઝેર છે તે તમારા ખ્યાલમાં તે છે જ ને ? અજાણતાં તે મને આ દવા નથી આપી ને ?' એ તે આંખ મીંચીને એ દવા ગટગટાવી જાય છે.
આવું જ અહીં બને છે. ભગવાન જિનેશ્વરે ઉપરને અખૂટ વિશ્વાસ તેમના પ્રત્યેક વચન ઉપર પરિપૂર્ણ વિશ્વાસ પ્રગટ કરે છે. પછી એમાં આત્માની, કર્મની કે કદી ન જોયેલા મેક્ષની પણ કઈ વાત હોય તેને તે જ સ્વરૂપમાં સ્વીકારી લેવામાં આવે છે, એટલું જ નહિ પણ આગળ વધીને કઠેર જીવન જીવવા માટે પણ એ આત્માઓ સદૈવ સજજન બની રહે છે.
એટલે આ રીતે પુરુષના વિશ્વાસ દ્વારા પ્રાપ્ત થતે તેના વચન ઉપરનો વિશ્વાસ જીવનને બહુ ઝડપથી ધાર્મિક બનાવી શકે છે, ચિત્તને ઝાઝી તકલીફ આપ્યા વિના જ કઠેર માર્ગે કદમ બઢાવવા સમજાવી શકે છે, જગતના લેકેને જે એશ-આરામીમાં જ જીવનનું સ્વર્ગ ભાસે છે તે એશ-આરામીને, જિનના વચનના વિશ્વાસ ઉપર એના અનુયાયીઓ સાપ, કાંચળીને ફગાવી દે તેટલી સહેલાઈથી ફગાવી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org