________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अथ पात्रासादनम्१४॥
तत्रादौ सामान्यायस्थापनम् । स्वस्य द्वादशाङगुलप्रदेशात् पुरतो भुवि स्वस्य वामतो देव्याः ૧૪ અત્યાર સુધીની ક્રિયાને અંતર્યાગ કહે છે. તેમાં શરીરની અંદર
જ ઇષ્ટ દેવતાનું ભાવનાત્મક સ્થાપન-પૂજન-અર્ચન-આરાધન કરવામાં આવે છે. આ ક્રિયા જેઓ વિવિધ સામગ્રીથી પૂજન ન કરી શકતા હોય તેવાઓ માટે ઉપયોગી છે. પરંતુ જેઓ વિવિધ સામગ્રીથી ઈષ્ટ દેવનું પૂજન કરી શકતા હોય તેઓને માટે અંતર્યાગ ઉપરાંત બર્દિર્યાગ એટલે મૂર્તિ કે યંત્ર આદિમાં દેવની વિવિધ પ્રકારથી પૂજા કરવાની વિધિ છે. બહિર્યાગને આરંભ પાત્રાસાદનથી થાય છે. આ પાત્રમાં કલશ, સામાન્યાધ્ય અને વિશેષાધ્યિ મુખ્ય છે. કલશને વર્ધાનીપાત્ર કહે છે અને સામાન્યાર્થ પાત્રને શંખ એમ કહે છે. વધની એટલે કલશને સંસ્કારિત કરી તેમાં સંસ્કારિત જલ ભરવામાં આવે છે. આને સામાન્ય રીતે ક્લશ એમ કહેવાનો રિવાજ છે. શ્રીવિદ્યાના ઉપાસકે તેને માટે વધુની શબ્દ વાપરે છે. સામાન્ય અર્થમાં પણ મંત્રથી સંસ્કારિત જલ ભરવામાં આવે છે અને વિશેષાર્થમાં કેટલાક વધારાના સંસ્કારોથી યુક્ત જલ અને કેટલાક વિહિત પદાર્થો નાખવામાં આવે છે. મુખ્ય દેવતાને પદાર્થો અર્પણ કરતાં જે જળને ઉપયોગ કરવો પડે છે તે જળ વિશેષાધ્ધિ પાત્રમાંથી લેવામાં આવે છે અને પરિવાર દેવતાઓને દ્રવ્ય સમર્પણની ક્રિયામાં સામાન્ય અર્થને પાત્રના જળને ઉપયોગ થાય છે.
સાધક (પૂજક)ની યોગ્યતા પ્રમાણે ત્રણથી લઈ તેર જેટલાં પાત્રાનું સ્થાપન કરવામાં આવે છે. આ બધામાં યોગ્યતા મુખ્ય વસ્તુ છે. શ્રીવિદ્યોપાસકે આ ત્રણ પાત્રો ઉપરાંત આમપાત્ર અને ગુરુપાત્ર એમ બે વધારે લે છે.
For Private and Personal Use Only