Book Title: Updeshpad Granth Part 01 Author(s): Rajshekharsuri Publisher: Arihant Aradhak Trust View full book textPage 8
________________ ૭ (=પુણ્યાનુબંધી પુણ્યનો બંધ) થાય છે. (૧૬૩) કોઈપણ કાર્ય કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષાર્થ આ પાંચ કારણોથી થાય છે. આ પાંચમાં કોઈ એક કારણ મુખ્ય હોય અને બીજાં કારણો ગૌણ હોય તેવું બને. પણ પાંચે કારણ અવશ્ય હોય. કોઈ કાર્યમાં કર્મ મુખ્ય હોય, પુરુષાર્થ વગેરે ગૌણ હોય. કોઈ કાર્યમાં કાળ મુખ્ય હોય, પુરુષાર્થ વગે૨ે ગૌણ હોય. આમ કોઈપણ કાર્યમાં ગૌણ-મુખ્ય ભાવથી પાંચે કારણો અવશ્ય હોય. (૧૬૪૧૬૫) બુદ્ધિશાળી જીવ પોતાની યોગ્યતા વગેરેનો બરોબર વિચાર કરીને ધર્મમાં પ્રવૃત્તિ કરે. (૧૬૭–૧૭૦) ધર્મ જિનાજ્ઞામાં છે બુદ્ધિશાળી મનુષ્ય કોઈપણ પ્રવૃત્તિ અનુબંધનો (=પરિણામનો) વિચાર કરીને કરે. અજ્ઞાની જીવો અહિંસા એ જ સારભૂત છે એમ સમજીને ગુરુકુલવાસ વગેરે સર્વ કાર્યોનો ત્યાગ કરીને કેવળ અહિંસામાં જ ઉત્સાહ રાખે છે. પણ અજ્ઞાનતાના કારણે અહિંસાનું ફળ મેળવી શકતા નથી. બુદ્ધિશાળી પુરુષ વિચારે છે કે અહિંસા પાળવી હોય તો અહિંસાનું સ્વરૂપ સમજવું જોઈએ. અહિંસાનું સ્વરૂપ આગમથી જ સમજી શકાય. આગમ ગુરુ પાસેથી મળે છે. આથી તે ગુરુ પાસે રહીને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક આગમનો અભ્યાસ કરે છે. ચારિત્રધર્મ આજ્ઞામાં છે. આથી જ જિનવચનનું પાલન કરીને આહાર લાવવામાં અનુપયોગ આદિથી દોષિત આહાર આવી જાય તો પણ આહાર શુદ્ધ છે. જિનવચનનું ઉલ્લંઘન કરીને લાવેલ શુદ્ધ આહાર પણ અશુદ્ધ છે. આથી સ્પષ્ટ સમજી શકાય છે કે ધર્મ કેવળ અહિંસામાં નથી, કિંતુ જિનાજ્ઞામાં છે. (૧૮૧-૪) આજ્ઞાથી નિરપેક્ષ શુભ પણ પરિણામ અવશ્ય અશુદ્ધ જ છે. કારણ કે તીર્થંકરને વિષે બહુમાન ન હોવાથી તે પરિણામ અસદ્ આગ્રહરૂપ છે. આજ્ઞાથી નિરપેક્ષ પરિણામ અજ્ઞાનતાના કારણે શુભ લાગતો હોવા છતાં `ગલમત્સ્ય, ભવવિમોચક અને વિષાન્તભોજીની જેમ અશુભ છે. (૧૮૭–૧૮૮) ૧. ગલમસ્ય મને સુખ મળશે એવા ભાવથી માછલું પાણીમાં નાખેલા લોઢાના કાંટામાં રહેલા માંસનું ભક્ષણ કરે છે. પણ પરિણામે તેનું મૃત્યુ થાય છે. - ભવિમોચક - દુ:ખથી પીડાઈ રહેલા જીવને મારી નાખવામાં ધર્મ છે. કારણ કે એથી તેનો દુઃખથી છૂટકારો થાય છે. આવી માન્યતા ભવવિમોચક મતની છે. (મારી નાખવાથી જીવ દુઃખથી મુક્ત બને છે એ ભ્રમણા છે. કારણ કે બાકી રહેલા કર્મો ભવાંતરમાં ભોગવવા પડશે. દુઃખનું કારણ કર્મથી સર્વથા મુક્ત બનવું એ જ દુઃખમુક્તિનો સાચો ઉપાય છે.) વિષાન્તભોજી - દુઃખથી કંટાળી ઝેરવાળું ભોજન કરું જેથી દુઃખથી મુક્ત બનું એમ વિચારીને ઝેરમિશ્રિત અન્નનું ભોજન કરનાર.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 554