Book Title: Updeshpad Granth Part 01 Author(s): Rajshekharsuri Publisher: Arihant Aradhak Trust View full book textPage 7
________________ ઉપદેશપદનો સંક્ષિપ્ત સાર મનુષ્યભવમાં ધર્મ જ કરવો જોઈએ. અતિદુર્લભ મનુષ્યભવને પામીને કુશળ પુરુષોએ સદાય ધર્મમાં પ્રયત્ન કરવો જોઈએ. (૩) મનુષ્યભવ અજ્ઞાન અને પ્રમાદ એ બે દોષોથી દુર્લભ છે. 'અજ્ઞાન-પ્રસાદના કારણે જીવ એકેન્દ્રિય આદિની ઉત્કૃષ્ટ કાયસ્થિતિમાં ભમે છે. માટે મનુષ્યભવ દુર્લભ છે. (૧૬) અજ્ઞાનપ્રમાદના કારણે ધર્મથી બાહ્ય ચિત્તવાળા જીવોની એકેન્દ્રિય આદિના ભવોમાં લાંબી કાયસ્થિતિ થાય છે. માટે મનુષ્યભવ પામીને શ્રુત-ચારિત્ર ધર્મમાં પ્રયત્ન કરવો જોઈએ. (૧૮) વિનય-વિધિપૂર્વક સૂત્રગ્રહણ જિનાગમ પ્રમાણે થતી ધર્મપ્રવૃત્તિ સાચી ધર્મપ્રવૃત્તિ છે. માટે પહેલાં જિનાગમનો અભ્યાસ કરવો જોઈએ. (૧૯) જિનાગમનો અભ્યાસ વિનયપૂર્વક અને વિધિપૂર્વક કરવો જોઈએ. (૨૦ થી ૨૭) ગુરુએ પણ સૂત્રદાન વિધિપૂર્વક અને યોગ્ય શિષ્યોને કરવું જોઈએ. આઠમ, ચૌદશ અને વાચનાકાળને છોડીને સાધુની પાસે આવનારી સાધ્વીઓ અકાલચારિણી છે. (૨૯) આસન્નસિદ્ધિક જીવ પોતાના કુટુંબની ચિંતા અને ધાર્મિક પ્રવૃત્તિ જિનાજ્ઞા પ્રમાણે જ કરે છે. આવા જીવને સર્વ કાર્યોમાં ભગવાન ઉપર (સાચું) બહુમાન છે. એથી તે જીવ જલદી ભગવાનરૂપ બની જાય. (૩૫) જિનાજ્ઞાને છોડીને પ્રવૃત્તિ કરનાર જીવ સ્વપરનું અહિત કરે છે. (૩૬) નિપુણબુદ્ધિનું મહત્ત્વ બુદ્ધિયુક્ત જીવો જ આવા તત્ત્વને સમજી શકે છે એમ ૩૭મી ગાથામાં જણાવીને ૩૮ થી ૧૬૦ ગાથા સુધી વિસ્તારથી ચાર પ્રકારની બુદ્ધિનું સ્વરૂપ અને દષ્ટાંતો જણાવ્યાં છે. નિપુણ બુદ્ધિ સંબંધી દૃષ્ટાંતો સાંભળવાથી ભવ્ય જીવોની ફળના સારવાળી નિપુણબુદ્ધિ પ્રાયઃ વધે છે. (૧૬૧) નિપુણ બુદ્ધિમાન પુરુષોની ભક્તિથી, બહુમાનથી, ઈર્ષાના અભાવથી અને પ્રશંસાથી બુદ્ધિ વધે છે. (૧૬૨) કલ્યાણમિત્રના યોગથી બુદ્ધિમાન પુરુષો પ્રત્યે ભક્તિ વગેરે પ્રગટે છે. શુદ્ધ કર્મપરિણામથી (=પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી) કલ્યાણમિત્રનો યોગ થાય છે. તેવા પ્રકારના પુરુષાર્થથી યુક્ત તથાભવ્યાત્વથી શુદ્ધ કર્મપરિણામનો યોગ ૧. અજ્ઞાન = આ સત્ય છે, આ અસત્ય છે એવા વિવેકનો અભાવ. ૨. કાયસ્થિતિ = મરીને ફરી ફરી તે જ ભવમાં ઉત્પન્ન થવું. આસન્નસિદ્ધિક = તે જ ભવમાં કે નજીકના ભવોમાં મુક્તિમાં જનાર,Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 554