________________
[ ૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરનુવાદ રાજલક્ષમી માફક હર્ષથી તેના કંઠમાં વરમાળા પહેરાવી. એટલે ઉભટ ભ્રકુટીવાળા કપાળ ચડાવીને તિરસ્કારતા રાજકુંવરો એકઠા થઈને કહેવા લાગ્યા કે, “હે કનકરાજ! આ ન કરવા યોગ્ય તમે કેમ કરાવ્યું ? જે આ તમને સમ્મત છે, તે ફેગટ અમને શા માટે લાવ્યા? અમારું અપમાન કરાવીને તમે નવું વૈર ઉત્પન્ન કર્યું છે. ” કનકશેખર-સ્વયંવરમાં મનવલભને વરે, તેમાં અયુક્ત શું? તમે નીતિવિરુદ્ધ હાલિકબાલક જેમ કેમ માલો છે ?” રાજાએ- “અરે હાલિક ! તારું કુલ કયું છે ? તે કહે, નહિંતર ફેગટ મૃત્યુ પામીશ.”
રણસિંહ-“અત્યારે કુલકથા કહેવાનો અવસર નથી, કદાચ કહું તે પણ તમને. વિશ્વાસ ન બેસે, તેથી સંગ્રામ કરીશું, તેમાં જ કુળને નિર્ણય થશે.” ત્યાર પછી બખ્તર સહિત હાથીઓની ઘટા, કવચ ધારણ કરેલા સુટ, પલાણ કવચથી સજજ કરેલા ચપળ અશ્વો રાજાઓના પક્ષમાં તયાર થયા. ત્યારપછી ભાલાં, બરછી, તરવાર, બાણ, મુદુગર, ગદા વગેરે હથિયારથી તેના ઉપર પ્રહાર કરવા લાગ્યા. આ અગ્નિથી સળગાવેલ ચાબૂક ચારે બાજુ ફેરવે છે, પરંતુ આ બાળક કે બાળ વૃષભેના શરીરને હથિયાર લગીર પણ લાગતાં નથી. બાળ વૃષને મુક્ત કરી શત્રુસ માં મોકલવા એટલે શત્રુન્ય સાથે જગડવા લાગ્યા. શત્રુસૈન્યના સુભટનાં બખતર તેડી નાખ્યાં, પગની કઠણ ખરીથી ચીરી નાખ્યા, હાથીઓની ઘટાને ભેદી નાખી. ભયંકર કેસરીસિંહ સમાન એવો તે યુદ્ધ કરવા લાગ્યું કે, જેથી દરેકના મનમાં ચમત્કાર ઉત્પન્ન થયે. જેમ બળરામે હળ ઉપાડીને રૂકમરાજાને કંઠપ્રદેશમાંથી કાપી નાખે, અથવા તો ખેડૂત હળથી પૃથવીને ખાદી નાખે, તેમ શત્રુન્યને કોઈને ગબડાવતો હતે, કોઈને બાળો હતો, કેઈને ચીરતો હતો, જેમ હરણના ટેળામાં સિંહ તેમ શત્રુસૈન્યમાં શસિંહ ગર્જના કરતો હતે. પરશુરામની જેમ સતત અગ્નિની જાળવાળી ભયંકર પશુ હાથમાં લઈને સમ-વિષમની ગણતરી કર્યા વગર રણમાં ઝઝુમતે હતે. તે સમયે રાજકુમારો-ન્ય સાથે નાસી ગયા એટલે રણસિંહ તારાગણમાં જેમ ચંદ્ર તેમ એક શોભવા લાગ્યા.
આ સમયે હર્ષથી પુલકિત થયેલા કનકરાજાએ કહ્યું કે, “હે વત્સ! આશ્ચર્ય આશ્ચર્ય ! આ તે કેવી રીતે કર્યું? એકલા માત્ર હળથી બખ્તરવાળા હાથીની ઘટા કેવી રીતે તગડી મૂકી?” ત્યારે તેણે કહ્યું કે, “આ તે માત્ર મારા રખવાલ યક્ષની કીડા છે.”
હાથમાં ધુપને કડછો ઉંચે રાખી કનકશેખર રાજા યક્ષને તેવી વિનંતિ કરવા લા, જેથી તરત યક્ષ પ્રત્યક્ષ થયા. યક્ષે કનકરાજાને રણસિંહની જન્મથી માંડી અત્યાર સુધીની સર્વ હકીકત જણાવી અને મેં જ તેને અહિં આપે છે. વિજયસેન રાજા અને વિજયા રાણુને આ પુત્ર છે, ખેડૂત નથી. પુત્ર-વિયાગના દુખથી તપી. રહેલા એવા તેઓએ દીક્ષા અંગીકાર કરી છે. (૧૦૦)
"Aho Shrutgyanam