________________
સિંહ કથા
પછી તે રાજાએ હર્ષ પામીને પેલા સર્વ રાજકુંવરોને બોલાવ્યા. દેવે કહેલી હકીકત જણાવી અને તેમનું સન્માન કર્યું. આવેલા કુમારોને રજા આપી, એટલે તેઓ પોતાના સ્થાને ગયા. રણસિંહકુમાર પણ કનકવતી સાથે વિષયસુખ ભોગવતા હતે. સસરાએ આપેલ એક દેશનું રાજ્ય ન્યાય-નીતિપૂર્વક ભોગવતે હતો. તે નરસિંહ પિતાનું રાજ્ય પાપ છોડીને કરતો હતે. પિલા પાલક સુંદર ખેડૂતને પિતાની પાસે બોલાવ્ય, ઉચિત કાર્યને જાણકાર તે પણ રાજ્યની સાર-સંભાળ-ચિંતા કરતો હતે.
હવે સમાપુરી નગરીમાં પુરુષોતમ રાજાની રતિના રૂપ સમાન રૂપવાળી કનકવતીના ફઈની પુત્રી રત્નતી નામની હતી, તે રાજકુંવરીએ કનકાવતીના વિવાહનું કૌતુક સાંભળ્યું એટલે રસિંહકુમાર ઉપર તેને નેહાનુરાગ-સાગર એકદમ ઉછળ્યો. જેટલી વાત સાંભળેલી મીઠ્ઠી લાગે છે, તેટલી દીઠેલી નથી લાગતી. આવી જગતની સ્થિતિ હોય છે. તેમાં પણ ૨મણીઓ જેઓ બીજાની આંખથી જેવાવાળી અને વિશ્વાસ રાખનારી હોય છે, તેને તે આ વિશેષપણે હોય છે. ત્યારપછી પુત્રીના મનોભાવ જાણીને પુરુષોત્તમ રાજાએ પોતાના મુખ્ય પુરુષોને રણસિંહ રાજાને લાવવા માટે મોકલ્યા. “નાગવલી જેમ સોપારીના વૃક્ષને આધાર ઇચ્છે છે, તેમ સુંદરાંગી રત્નાવતી ઉત્તમ મુખવાળા અને આકાર આપનાર વરની અભિલાષા કરે છે. ” એ પ્રમાણે તમે કહેજો. સંદેશ લાવનાર તેઓ રસિંહ પાસે આવ્યા અને પ્રણામ કરીને પોતાના સ્વામીને સંદેશે જણાવ્યું. રસિંહે કહ્યું કે, “આ વિષયમાં કનકરાજા પ્રમાણ છે.” ત્યારપછી રણસિંહકુમારને જુહારીને નીકળ્યા અને કનકશેખર પાસે આવ્યા. પુરુષોત્તમ રાજાને સંદેશે જણાવ્યો. ત્યારપછી પ્રણામ કરીને સુખાસન પર બેઠા. તેણે પણ કહ્યું કે, “તે પણ મારી ભાણેજ છે અને મને પુત્રી સમાન છે, તો તેને વિવાહ મારે જ નક્કી કરવાનો છે. ત્યારપછી કનકબર રાજાએ રણસિંહને તરત પિતાની પાસે બોલાવીને માર્ગમાં ઉપયોગી ઘણું વિશાળ સામગ્રી સહિત આવેલ મનુષ્યો સાથે સમાનગરીએ મોકલ્યો. રોકાયા વગરના અખંડ પ્રયાણ કરતાં કરતાં માગ વરચે આવેલા પાટલી ખંડપુરમાં એક સ્થાનમાં શ્રેષ્ઠ બગીચો હતો, તેના સુંદર પ્રદેશમાં પડાવ નાખ્યો. થોડા પરિવાર સાથે ચિંતામણિયક્ષના ભવનમાં પહોંચ્યો. તેને પ્રણામ કરીને તેના મોન્મત્ત હાથી ઉપર જેટલામાં બેઠે, તેટલામાં તેની જમણી આંખ કરી એટલે વિચારવા લાગ્યો કે,” આજે મને પ્રિય મનુષ્યનાં દર્શન, અગર પ્રિય મનુથનો મેળાપ અહિં થશે. અથવા યક્ષના પ્રસાદથી કયા મનોરથ સિદ્ધ થતા નથી ?
આ સમયે પાટલીખંડના રાજા કમલસેનની પુત્રી કમલવતી ચિંતામણિ યક્ષની પૂજા કરવા આવી. સુંદર સુગંધી પુષ્પો, કેસર, ચંદન વગેર પૂજાની સામગ્રીથી પૂર્ણ છાબડી જેના હાથમાં રહેલી છે, જેની પાછળ સુમંગલા દાસી અનુસરી રહેલી છે. વિકસિત નેત્રરૂપી નીલકમળ વડે લક્ષમી સરખી મૃગાક્ષીની પૂજા કરતો હોય તેમ તે
"Aho Shrutgyanam