________________
૧૦
પ્રા. ઉપદેશમાલાનો ગૂર્જરનુવાદ કન્યાને દેખી. ઈષ્ટ પદાર્થ જો કોને ન ગમે? લકમી અને સરસ્વતી બંને પરસ્પર વિરોધી છે, એક બીજાને તેઓ સહેતા નથી. અથવા તે બંનેને સમાયોગ કરવા માટે દેવે આને બનાવી છે. જેઓનું માનસ ભેદવા માટે મદનબાણ સમર્થ નથી, તે ખરેખર બુઠ્ઠા થઈ ગયા છે. તેવા ના માનસ ભેદવા માટે જ વિધિએ આ તીવ્ર કટાક્ષે આમાં બનાવ્યા છે. દુસ્તર કામદેવના બાણથી સજજડ વિંધાએલા મારા હૃદયના ઘાને રૂઝવનારી આ સુંદરગી મહાઔષધી આવે છે. અમૃત, સુંદર અંગના સાથે કામદેવના પ્રસંગને આનંદરસ, સજજન સાથેની ગેષ્ઠી આ ત્રણ પગથિયાં સુખપર્વત ચડવા માટે જણાવેલાં છે.” આ પ્રમાણે ચિંતવન કરતા તે કુમારની શ્રમુખ સ્નેહપૂર્ણ શરીરવાળી કંઈક કટાક્ષપૂર્ણ નેત્રથી નજર કરતી યક્ષ પાસે જાય છે. પક્ષની પૂજા કરીને પ્રાર્થના કરવા લાગી કે, “હે દેવ! બીજા બધા પતિની ચિંતાથી મને સર્યું. તમારા મંદિરના દ્વારમાં રહેલા છે, તે જ મને પતિ હે.” “પહેલાં પણ મેં કન્યા આપી છે, અત્યારે તો વળી અતિથિને સત્કાર થશે, અવસરેચિત થાગ આવી પહોચ્યા.”—એમ વિચારીને યક્ષે તે વાત સ્વીકારી. નેત્રરૂપી દોરડાથી જકડીને માસ સ્વામીને સાથે લઈ જાઉં-એમ વિચારતી હતી. વળી જતાં જતાં ફરી ફરી પ્રેમપૂર્વક કુમાર તરફ નજર કરતી કુમારી પિતાને ઘરે ગઈ. ક્ષણવાર વૃદ્ધ દાસી સાથે આદરપૂર્વક વાતચીત કરીને નામ, ઓળખાણ, પરિચય વગેરે પરસ્પર તેઓએ જાણી લીધા. રણસિંહ પિતાના માનસથી ચિંતામણિ યક્ષના ભવનને અને આખા જગતને તે કન્યા વગરનું શૂન્ય માનતે પિતાના નિવાસસ્થાને પહોંચ્યા. બીજા દિવસે કમલવતી યક્ષની પૂજા કરીને પંચમ સ્વરથી મનહર કંઠ અને મૂછના સહિત વીણા વગાડવા લાગી
ત્યાં આગળ રણસિંહ પાસે આવીને કન્યાના નેહમાં પરાધીન બનેલા કુમાર તરફ તિછ આંખથી નજર કરતી એવી તેણે પિતાનો આત્મા કુમારને અર્પણ કર્યું. “સામે મનુષ્ય ખુશ છે કે રોષવાળે છે, અનુરાગવાળે છે કે અનુરાગ વગરને છે, એવા બીજા વિકલપ લોકોના નેત્રથી જાણી શકાય છે.” ઘરે આવેલી તે વિચારવા લાગી કે, “હું તેની સાથે જ પરણીશ, જે કદાચ એમ ન થાય તે માટે જીવવાથી સર્યું.'
ત્યારપછી કુમાર પિતાના નિવાસસ્થાને પહે, એટલે પુરુષોત્તમ રાજાના સેવકેએ પિતાની નગરી તરફ પ્રયાણ કરવાની વિનંતિ કરી. “આજે શા માટે વિલંબ કરે છે?” ત્યારે રણસિંહે કહ્યું કે, “આજે મારે તેવું રોકાવાનું ખાસ પ્રયજન છે, તે તમે આગળ પ્રયાણ ચાલુ રાખે. મારું ઇચ્છિત કાર્ય પૂર્ણ થશે, એટલે તરત નિર્વિદને આવી પહોંચીશ.”
ત્યાં આગળ કમલસેન રાજાની સેવા કરવા માટે ભીમ નામને રાજપુત્ર આવેલે હતે, તે પણ કમલવતીને પરણવા માટે ઈચછા કરતા હતા. કમલવતીની ધાવમાતાને વ, સુવર્ણ આભૂષણ, કપૂર વગેરે પદાર્થો આપી લલચાવતે હતે. ધાવમાતાએ
"Aho Shrutgyanam