________________
રણસિંહ કથા
[ ૨૫ }
તેમ જ અનેક પ્રકારનાં નાટક કરાવ્યાં. તે તે સમયે યક્ષે પ્રત્યક્ષ આવીને કહ્યું કે
તારા પિતાનું રાજ્ય અંગીકાર કર. વિજયસેનના પુત્રની હૈયાતી હોવા છતાં બીજાને રાજ્ય ભોગવવાને શે અવકાશ હોઈ શકે? યક્ષના વચન પછી તે તેના પગમાં પ્રણામ કરીને સેના સહિત વિજયપુર નજીક પહોંચે અ૫સેનાવાળે તે રાજા સામે આવી યુદ્ધ કરવા શક્તિમાન્ ન હતા. તેથી કોટમાં ચડીને બેસી રહેલ છે. ત્યારપછી તારમાંથી અન્ન-પાણી આદિ સામગ્રીનું રોકાણ કરીને નગરનાં દ્વાર મજબૂત બંધ કરીને ગાંધી દીધાં, જેથી કરીને કે રાજા કુમારને ખરેખર ગત્રિ બીજા અર્થમાં કેદી બન્યો.
બાપુસમૂહ, યંત્રવાહન, સારી રીતે ઉકળતા તેલની પીચકારીઓ અતિગાઢ રીતે દરરોજ ફેંકવામાં આવે છે, ઘણા યંત્રે પડી ગયાં, નાશ પામ્યાં, ખંડિત થયાં, ભાંગી ગયાં. એક માસ વીતી ગયે, છતાં નાશ પામતું નથી કે ત્રાસ પામતું નથી. એટલે અંદર રહેલા રાજાને ય ક્ષે આકાશમાર્ગેથી ઉતરતી કુમાસેનાને દેખાડી, એટલે તેને ધ્રાસકો પડયા અને નાસવા લાગ્યો. એટલે વિજયસેન રાજાના પુત્ર તરત જ નગરમાં પ્રવેશ કર્યો. નગરના પ્રધાન પુરુષોએ એકઠા મળીને રણસિંહકુમારને પિતાના રાજ્ય બેસાડો. હવે કુમાર સજજનેને સંસર્ગ કરે છે, દુજનેને સંસર્ગ ત્યાગ કરે છે, સાધુને સત્કાર અને દુજ ને શિક્ષા કરે છે. શિકાર, જુગાર, મદ્યપાન વગેરે સાત વ્યસનોનો ત્યાગ કરીને પિતાના દેશમાંથી પણ દેશવટો અપાવે છે. દેવમંદિરમાં પૂજાઓ પ્રવર્તાવે છે. યાત્રા કરાવે છે, જિનમંદિરમાં આઠ કે તેથી અધિક દિવસેના નાટક સહિત મહત્સવ કરાવે છે.
તે સમયે નજીકના કેઈ ગામમાંથી એક અજુન નામનો ખેડૂત આવે છે. માર્ગના તાપથી અત્યંત તૃષાતુર અને ક્ષુધાતુર થયા હતા, ત્યારે તેણે માર્ગમાં પાકેલ ચીભડું દેખ્યું. (૪૦૦) માલિકને જે. પણ ન દેખાય, એટલે તે સ્થાનકે બમણું મૂલ્ય મૂકીને ચીભડું પિતાની ઝોળીમાં નાખ્યું, નગરમાં જઈને ભક્ષણ કરીશ. એટલામાં નગરના મોટા શેઠપુત્રનું મસ્તક કાપીને કોઈ ગયા અને બાકીનું ધડ ત્યા, પડી રહ્યું. ઉંચા ઉગામેલા તીક્ષણ તરવારો અને હથિયાર યુક્ત રક્ષપાલ, કેટવાલ અને દુર્જન સુભટોએ શોધ કરતાં કરતાં અર્જુનને દેખ્યો. તેઓએ કહ્યું કે, “ આ તારી ઝોળીમાં શું છે ?” તે કે, “ચીભડું” તે લેહીની ધારાઓ દેખવાથી ઝેળીમાં તપાસ કરી, તે પુત્ર-મસ્તક દેખાયું. એટલે તેને ઝકડીને યમરાજા સરખા અમાત્ય પાસે લઈ ગયા. તેણે પૂછયું કે, “અરે! તારે તેની સાથે શું વેર હતું કે તે બાળકને મારી નાખ્યો. એટલે અજુને કહ્યું કે, “હે સ્વામિ ! આ વિષયમાં હું કંઈ જાણતો નથી. “ઘડી ઘડઈ” એમ જવાબ આપે છે. પછી રાજા પાસે લઈ ગયા તે પણ ફરી ફરી તે જ શબ્દ કહે છે.
"Aho Shrutgyanam