________________
[ ૨૬ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ રાજા કહે છે કે, “ઘડઈ ઘડઈ ' એમ વારંવાર શું બોલ્યા કરે છે? જે પરમાર્થ-સાચી હકીકત હોય તે કહે. અર્જુન કહે છે, કે– આવી સ્થિતિમાં સાચું કહું તે પણ કોને વિશ્વાસ બેસે ? છતાં આપ સાંભળે. કઈ પતિનું ખૂન કરનાર એક સ્ત્રીએ પિતાના જ ઘરમાં પતિને મારીને મુખમાં માંસ હતું અને બિલાડાના સરખો એક ખાટકી દેખ્યો, એટલે મોટી બૂમ મારતી કહે છે કે, “દે છે, આ ખાટકી હાથમાં લોઢાની છરી રાખીને જાય છે, તેણે મારા પતિને મારી નાખ્યો.” પછી ખાટકીને બાંધે. જ્યારે તેને પૂછવામાં આવે છે, ત્યારે “ઘડઈ ઘડઈ,” લેહીવાળી છરી અને ઘાત કરનાર મનુષ્યને દેખીને શું ઘટી શકતું નથી ? એટલે ઘડઈ ઘડઈ એટલે એમ પણ ઘટી શકે હોઈ શકે એમ બોલે છે. ત્યારપછી તેનું અને સ્ત્રીનું ચરિત્ર લોકો પાસેથી જાણીને રાજાએ ખાટકીને છોડી મૂકયે. અત્યારે મારાં કર્મોથી મને શું થશે? તે સમજી શકાતું નથી. ત્યારપછી કેટવાલના આગેવાને કહ્યું કે, “અરે રે! તું કેટલો દુષ્ટ અને ધીઠો છે હાથમાં કાપેલ તાજું મસ્તક હોવા છતાં આ જવાબ આપે છે. એટલે તેના સવામીએ આજ્ઞા કરી કે, આને ઉપાડી લઈ જાવ” એટલે શૂલ પર આરોપણ કરવા માટે લઈ ગયા. હવે ત્યાં અતિ કાળા વણવાળ વિકરાળ આકૃતિવાળો પુરુષ આવી પહોંચ્યો. તેણે કહ્યું કે, “જો આને મારશે તે તમને પણ મારી નાખીશ.” એમ બોલાચાલી કરતાં તેઓનું યુદ્ધ થયું. તેમાં પેલા આવનારે દરેકને જિતી લીધા. એટલે રાજા પણ પિતાની સામગ્રી સહિત યુદ્ધ કરવા માટે ત્યાં આવી પહોંચ્યો.
- રાજા સાચે યુદ્ધ કરતાં પિલાએ એક ગાઉ પ્રમાણ પિતાની કાયા મોટી કરી. એટલે તેને મારવા માટે ભાલાં, બરછી, પક્ષીના પિંછા સહિત બાણ, તરવાર, આદિ હથિયાર, ચક્ર વગેરે છોડયાં છતાં તેની કશી પણ અસર તેના ઉપર ન થઈ. ત્યારે રણસિંહ મહારાજાએ જોયું કે, “આ મનુષ્યથી વશ કરી શકાય તેવો નથી, પરંતુ આ કોઈ યક્ષ, રાક્ષસ, ભૂત કે પિશાચ જણાય છે, એટલે હાથમાં ધૂપનો કડછો પ્રહણ કરીને રાજા વિનંતિ કરવા લાગ્યું કે, તમે જે કઈ હા, તે પ્રગટ થાઓ. પરમાર્થ ન જાણનારા એવા અમો આ વિષયમાં અપરાધી નથી. પિતાનું રૂપ નાનું કરીને તેણે કહ્યું કે, “હે મહાભાગ! તું સાંભળ.
મારા પિતાના પરાક્રમથી દેવો અને દાનવોથી પણ અસાધ્ય છું. હું દુષમકાળ છું અને લોકો મને કવિ તરીકે ઓળખે છે. હે રાજન! આ ભરતક્ષેત્રમાં મારું એકછત્રી રાજ્ય અત્યારે પ્રવર્તી રહેલું છે. અહિં પહેલાં ગુણેથી મહાવીર અને નામથી પણ મહાવીર નામના મારા વેરી હતા. તેમને નિર્વાણ પામ્યા પછી ૮૯ ૫ખવાડિયાં ગયા પછી મારો અવતાર થયો. અત્યારે અખલિત પ્રચારવાળું મારું રાજ જયવંતુ વતે છે. આ ખેડૂતને મેં જ શિક્ષા કરી છે. કારણું કે, ચિભડું લઈને
"Aho Shrutgyanam