________________
[ ૧૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાનુવાદ રુદન કરવા લાગ્યા. હવે તેના ઉપર કરુણા આવવાથી તેના દર્શનને માટે જ હોય તેમ સૂર્ય ઉદયાચલના શિખરને સ્પર્શ કરીને મનોહર બિંબવાળે પ્રગટ થયે. (૧૯)
હે રાત્રિના રાજા ચંદ્ર! તું શગીના હૃદયમાં હત”-એથી ઈર્ષાલુ ઈન્દ્ર પ્રાત:કાલે શકિત થઈને પિતાની શુદ્ધિ માટે, દિવ્ય પદવી પામી સમુદ્રના વડવાનલના તાપવાળા તળિયાથી ખેંચીને પૂર્વ દિશાએ તને આકાશમાં બહાર મૂકયે છે, તપેલા માષ જે સૂર્ય દીપે છે. (૨૦)
કોઈકે કહ્યું કે પ્રાતઃકાળે બગીચામાં મેં કમલવતીને દેખી. વસ્ત્રો પહેરેલાના લક્ષણથી તે તરતની પરણેલી સુંદરી અને બીજો રાજા હવે જોઈએ.” આ સાંભળી ભયંકર ઉદુભટ ભૃકુટી ચડાવેલ કપાળવાળે મહાબાહુ ભીમરાજા હજારે બખ્તર પહેરેલા સુભટ સાથે જયકુંવર હાથી ઉપર આરૂઢ થઈ મૃગ ટેળું જેમ સિંહને, તેમ વાગતા વાજિંત્રોના આડંબર સહિત રણસિંહને જિતવા માટે નીકળે. અનેક સિનિકસેના
સહિત કમલસેન રાજા પણ આવ્યો. રણસિંહે પણ તરત જ સેના સજજ કરી. પિત. પિતાના પક્ષના રાજાની જયલક્ષમી ઇરછતા એવા બંનેના સૈન્ય “હું પહેલાં હું પહેલા લડવા જઉં” એ પ્રમાણે યુદ્ધ જામ્યું. તે આ પ્રમાણે –
કવચ અને પલાણુથી સજજ કરેલા તુકે દેશના ઘડાઓની શ્રેણી સામસામાં, તથા ૨થે સાથે રથો લડીને એકબીજાના સ્થાને ચૂરો કરતા હતા. આકાશમાં બાણે ફેંકીને સામસામા ઘાયલ કરતા હતા. ફરક નામના અસ્ત્રવિશેષથી સુભટનગર અને તેની પાછળ ધનુર્ધરો પહોંચતા હતા, મોટા શ્રેષ્ઠ ભાલાંઓથી મહલ સરખા વી૨ સુભટેને પીડા કરતા હતા, તેથી છત્ર, વિજાએ નીચે પડતા હતાં. ભાલાં ભોંકાએલા હાથીઓ ચીસ પાડતા હતા. સૈનિકો ભૂકુટી ચડાવી બાથ બાથ લડતા હતા. તેઓના મરતક, હાથ, પગ કપાઈને નીચે રગદોળાતા હતા. હાથી અને મનુષ્યનાં મસ્તકો એકઠાં થતાં હતાં. તાડ સરખા ઊંચા લા તાલે કીલકીલાટની ચીસો પાડી હજાર લોકોને ભય પમાડતા હતા. ડાકિણી પણ મેટા શબ્દોથી ત્રાસ પમાડતી હતી. આવા મહાયુદ્ધમાં સુભટ સમુદાય ભાગવા લાગ્યા. શૂરવીર અસ્ત થવા લાગ્યા. ચિંતામણિનું ધ્યાન કર્યું. રસિંહકુમારને આગળ સ્થાપન કર્યો, ફરી કુમાર ઊભે થયે. ધનુષપર બાણ ચડાવી રાજાના સૈન્યમાં કેઈકના હાથ, પગ, ગળું મર્દન કરી વાળી નાખે છે. કોઈકનાં મરતક મુંડી નાખે છે, દાંત અને દાઢાઓ ઉખેડી નાખે છે, કાન, નાક કાપી નાંખે છે, કોઈકના શરીરના નિશંકપણે ટૂકડા કરી નાખતે તે, ધનુષની તેરીને તોડી નાખતો હતો, બીજાં હથિયારો ફાડી-તેડી નિષ્ફળ બનાવતા હતા. હાથી ઘોડાની બખ્તર તેડી પાડતે હતે.
હવે ભીમકુમારને લાવી પગમાં પાડ તથા આકાબંધથી બાંધેલા ૨થમાં
"Aho Shrutgyanam