________________
રણસિંહ કથા
[ 9 ] સિંહ જાનવર છે, હું નરસિંહ બનીશ. આ દેવકુલને સિંહ મને શું કરી શકવાને છે? એ પ્રમાણે નિર્ભય બની જેટલામાં હક્કાર કરી તેના ઉપર આક્રમણ કરવા તૈયાર થાય છે, તેટલામાં તે કાંઈ અદૃશ્ય થયે. શોધવા છતાં કયાંઈ ન દેખાયો. ત્યારપછી નૈવેદ્ય તૈયાર કરીને જિનેશ્વરને ધરાવ્યું અને ખેતરમાં ભેજન કરવા બેઠે. તેટલામાં વગરસમયે બે બાળ શિળે આવી પહોંચ્યા. તેમને પ્રતિભાભીને જેટલામાં જમવા બેઠે, તેટલામાં વળી જજરિત અંગવાળા વૃદ્ધ મુનિએ આવ્યા. તેમને પણ પ્રતિલાભીને વિચારવા લાગ્યું કે, “જે પાપપંક સુકવવા માટે સૂર્ય સમાન એવા તે ચારણ મુનિઓ અત્યારે અહિં આવે, તે આ સર્વે બાકીનું પણ આપી દઉં અને આ -જન્મનું ફળ પ્રાપ્ત કરું.’
ઉત્તમ દેવા યોગ્ય પાત્ર, મોટી શ્રદ્ધા, ચોગ્ય કાળે, યાચિત દેવા યોગ્ય પદાર્થ, ધર્મરોગ્ય સાધન-સામગ્રી અ૯૫૫યવાળા પામી શકતા નથી. મરેલા મડદાની જેમ કૃપણ પુરુષ યોગ્ય પાત્ર છતાં દાન આપી શકતા નથી. શરીરમાં માત્ર માંસની વૃદ્ધિ કરનારા એવા તેણે કયો ઉપકાર કર્યો ? તે સજજન પુરુષોને ધન્ય છે કે, જેઓ ભોજન સમયે આવી પહોંચેલા ગુણ પુરુષોને વહોરાવીને પોતે બાકી રહેલું ભોજન કરે છે.” તેના ચિત્તને જાણનાર એવા તે યક્ષે પ્રત્યક્ષ થઈને કહ્યું કે, “તારું સવ બીજા કેઈની તુલનામાં આવી શકે તેમ નથી, માટે વરદાન માગ.” રણસિંહે પ્રત્યુત્તર આપે કે, “મારે કશાની જરૂર નથી. તમારું દુર્લભ દર્શન પ્રાપ્ત થયું તે ઓછું છે? છતાં પણ હે દેવ! શકય હોય તે આ મારી દરિદ્રતા દૂર કરે.’ એ પ્રમાણે કહ્યું એટલે દેવે જણાવ્યું કે-કનકપુરમાં કનકશેખર રાજાની કનકાવતી પુત્રીના સવયંવમાં તારે જલ્દી પહેચવું. ત્યારપછી હું સર્વ સંભાળી લઇશ. હે વત્સ! ત્યાં તું આશ્ચર્ય દેખજે. જ્યારે જયારે તું મારું સ્મરણ કરીશ, ત્યારે ત્યારે જિદગી સુધી હું તારો સહાયક થઈશ.” એમ કહીને તે યક્ષ અદશ્ય થો. ચાર-પાંચ દિવસે રણસિંહ ત્યાં પહોંચ્યા. ત્યાં સયંવર-મંડપ થયાની હકીકત સાંભળી એટલે ઉજજવલ બળવાન નાના બે બળદની જોડી જોડેલા હળ ઉપર આરૂઢ થએલો હાથમાં તીન પશુ ધારણ કરીને ત્યાં પહોંચે. તે સમયે તે સંખ્યાબંધ રાજાઓની શ્રેણી એકઠી થઈને મોટા મંચ પર બેઠેલી દેખી. વળી સ્વયંવરમંડપને કે શણગાર્યો હતો ? અખંડ વગર સાંધેલા મોટા રંગબેરંગી રેશમી લાંબા વસ્ત્રો જેમાં લટકતાં હતાં, પરવાળા, મોતી, માકિય, રત્નાદિક જડેલા મંડપસ્તંભે ચમકતા હતા. ત્યાં વેત વસ્ત્રોથી શોભાયમાન શરીરવાળી, હાથમાં સુંદર પુષ્પમાળા ધારણ કરેલી જાણે સરસ્વતી જાતે જ આવી હોય, તેવી કનકાવતીને દેખી જાણે રાજકુમારો આગળ ચાલતી દીપિકા આગળ પ્રકાશ અને પાછળ અંધકાર આપતી હોય તેવી કનકાવતી શોભતી હતી. તેણીએ ચાલતાં ચાલતાં એક પણ ક્ષત્રિયના કંઠમાં માળા ન પહેરાવી અને વલખી થએલી તે વિચારતી હતી, તેટલામાં તરત જ વેગથી રસિંહ ખેડૂત સમુખ ડી.
"Aho Shrutgyanam