Book Title: Updesh Dhara
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 13
________________ લોઢું ભલે ગરમ થઇ જાય પણ હથોડાએ તો ઠંડા જ રહેવું જોઇએ. હથોડો ગરમ થઇ જશે તો હાથાને જ બાળી નાખશે. તમે ઠંડા રહો, કયું લોઢું ગરમ થયા પછી ઠંડું થતું નથી ?' - બીજા કોઇની નહિ તોય તમે તમારી રક્ષા તો ઇરછો જ છો ને ? તમારી ભલાઇ માટે પણ ક્રોધથી અળગા રહેજો. એવી ભલામણ તમિલ સાહિત્યના પિતામહ, આજથી બે હજાર વર્ષ પહેલા થયેલા સંત તિરુવલ્લુવર કહે છે. (કેટલાક ઇતિહાસકારો કહે છે કે તેઓ જૈન હતા.) : “કોઇ પોતે પોતાની રક્ષા કરવા ઇચ્છતો હોય તો તેણે ક્રોધથી પોતાની રક્ષા કરવી જોઇએ. નહિ તો ક્રોધ જ એને મારી નાખશે. - તિરુવલ્લુવર (તિરુક્લ-૩૦૫) જેમની કાલીમાની ભક્તિ જોઇને સ્વામી વિવેકાનંદને મૂર્તિપૂજામાં વિશ્વાસ બેઠો હતો અને નાસ્તિકતા નષ્ટ થઇ હતી તે રામકૃષ્ણ પરમહંસ ક્રોધને ચંડાળ કહે છે, નાની નાની વાત માટે ઝઘડનારને હીનબુદ્ધિ કહે છે : ‘ક્રોધ ચંડાળ છે. શું ક્યારેય ક્રોધને વશ થવું જોઇએ ? સજ્જનનો ક્રોધ પાણીમાંથી ઉઠતા તરંગની જેમ તરત જ શાંત થઇ જાય છે. હીનબુદ્ધિવાળા લોકો ભગવાન જાણે, કેટકેટલી વાતો બક્યા કરતા હોય છે. આવા વિષયો પર લડવા-ઝઘડવામાં જ તેમનું જીવન નષ્ટ થઇ જાય છે.” - રામકૃષ્ણ પરમહંસ તો શું આપણે કદી ગુસ્સે થવું જ નહિ ? કોઇ આપણા દેવગુરુનું અપમાન કરે તો પણ નહિ ? વસ્તુપાળે ધર્મપ્રેમીઓના દાંત ખાટા કરી દીધા હતા તે શું ખોટું કર્યું હતું ? નહિ... બધે જ શાંત રહેવાથી ન ચાલે. ક્યારેક ગુસ્સો પણ કરવો પડે. એવા ગુસ્સાને ‘પ્રશસ્ત ક્રોધ” કહેવાય છે. પણ પ્રશસ્ત ક્રોધ માટેય કળા જોઇએ. એ કલા સહજ સાધ્ય નથી. આ સંદર્ભમાં એરિસ્ટોટલની વાત વિચારવા જેવી છે : ‘કોઇ પણ માણસ ગુસ્સે થઇ શકે છે. આ સહેલું છે, પણ યોગ્ય વ્યક્તિ પર, યોગ્ય માત્રામાં, યોગ્ય સમયે, યોગ્ય ઉદ્દેશ માટે અને યોગ્ય રીતે ગુસ્સે થવું દરેકને આવડતું નથી અને એ સહેલું પણ નથી.' - એરિસ્ટોટલ (નિકોમૈક્વિન એથિક્સ) તમે ક્યારેય જોયું ? આપણે સૌથી વધુ ક્રોધ કોના પર કરીએ છીએ ? દૂરના લોકો પર ? અમેરિકા અને યુરોપમાં રહેનાર લોકો પર ? નહિ. તો ભારતમાં રહેનાર પર ? નહિ. આપણે આપણી જ ગલીમાં કે આપણા ઘરમાં રહેનાર પર સૌથી વધુ ગુસ્સો કરીએ છીએ. એમાં પણ જે આપણો સૌથી વધુ હિતેચ્છુ હોય એના પર સૌથી વધુ ગુસ્સો કરીએ છીએ. ઇંગ્લેન્ડના પ્રસિદ્ધ નાટ્યકાર શેક્સપિયરે માનવમનની આ વિશેષતા બહુ સૂક્ષ્મતાથી જોઇ છે. તે લખે છે : "Men in rage strike those that wish them best.' ‘ક્રોધી માણસ એમને જ આઘાત પહોંચાડે છે, જે એના સર્વોત્તમ હિતેચ્છુઓ હોય છે.” - શેક્સપિયર (ઓથેલો, ૨/૩) ક્રોધ કરવામાં આખરે નુકશાન કોને ? જો કોઇ એમ માનતું હોય કે હું બીજાને નુકશાન પહોંચાડી રહ્યો છું તો તે હજુ મૂર્ખાઓના સ્વર્ગમાં રાચી રહ્યો છે. ભૂલ કરે કોઇ બીજો અને ગુસ્સે થઇએ આપણે ? આ કેવું ? જમે જગલો અને કૂટાય ભગલો ? બીજાની ભૂલની સજા આપણે જ આપણા પર શા માટે કરવી જોઇએ ? ક્રોધ કરો છો ત્યારે તમે જ તમારી જાતને સજા કરો છો એ ભૂલશો નહીં. 'To be angry is to revenge the fault of others upon ourselves.' ઉપદેશધારા * ૧૬ ઉપદેશધારા કે ૧૭

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 234