________________
જેવા કેટલાય ગદ્દારોએ પોતાની જ્ઞાતિ, પોતાના દેશ અને પોતાના ધર્મનો નાશ કરાવ્યો છે. આ ગદ્દારી ઉભી કરવા માટેનું પ્રેરક બળ પણ ક્રોધ જ છે ને ?
બંગાળમાં કૃષ્ણભક્તિનો ધોધ રેલાવનાર ગૌરાંગ ચૈતન્ય મહાપ્રભુના પરમભક્ત કવિ કૃષ્ણ મિશ્ર પ્રબોધચન્દ્રોદય નામના નાટકમાં લખ્યું છે :
“નિર્દહતિ કુલમશેષ જ્ઞાતીનાં વૈરસભવઃ ક્રોધઃ”
‘જ્ઞાતિના વેરથી ઉત્પન્ન થયેલો ક્રોધ સમસ્ત કુળને બાળી નાખતો હોય છે.”
- કૃષ્ણ મિશ્ર (પ્રબોધચન્દ્રોદય) આપણને શત્રુઓ ગમતા નથી. શત્રુ-છેદ કરવામાં આપણે સતત વ્યસ્ત રહીએ છીએ, પણ થાય છે એવું કે એક શત્રુને આપણે હટાવીએ ને ત્યાં બીજા દસ શત્રુઓ ઉભા થઇ જાય છે. કઈ રીતે હટાવવા બધા શત્રુઓને ?
ખરું જોઇએ તો ખરો શત્રુ ક્રોધ આપણી અંદર જ બેઠો છે. એને એકને હટાવ્યો એટલે બધા જ શત્રુઓ હટી ગયા સમજો . ક્રોધ તો તમને ઘણીવાર આવતો હશે ! પણ એ ટકે છે. કેટલીવાર ? એ વીજળી જેવો છે ? દીવા જેવો છે ? સગડી જેવો છે ? કુંભારની ભટ્ટી જેવો છે? કે કારખાનાની ભઠ્ઠી જેવો છે? વીજળીનો ચમકારો ચમકીને તરત જ લુપ્ત થઇ જાય છે. પરંતુ કારખાનાની ભઠ્ઠી કદી બૂઝાતી નથી. તમારો ગુસ્સો જેટલી ઓછીવાર ટકે એટલા તમે ઉત્તમ. ગુસ્સો જેમ જેમ લંબાતો જાય તેમ તેમ ઉત્તમતા ઘટતી જાય.
‘ઉત્તમે તુ ક્ષણે કોપો, મધ્યમે ઘટિકાદ્વયમ્ | અધમે સ્વાદહોરાત્ર, ચાંડાલે મરણાન્તિઃ |
ઉત્તમમાં ક્રોધ ક્ષણવાર રહે છે, મધ્યમમાં બે ઘડી, અધમમાં ૨૪ કલાક અને ચંડાલમાં જીવનભર ગુસ્સો રહે છે. (જુઓ, અત્યંત ક્રોધીને
ચંડાલ કહ્યો છે. જન્મચંડાલ, કર્મચંડાલ, ક્રોધચંડાલ અને નિંદાચંડાલ - આ ચાર ચંડાલોમાં અત્યંત ક્રોધીને પણ ચંડાલ કહ્યો છે.)
ક્રોધી માણસમાં ગાંધીજીને દારૂડિયા અને અફીણીયા બંનેના લક્ષણો દેખાય છે : ‘ક્રોધના લક્ષણ દારૂ અને અફીણ બંનેથી મળતા આવે છે. દારૂડિયાની જેમ ક્રોધી માણસ પણ પહેલા આવેશના કારણે લાલ-પીળો થઇ જાય છે. આવેશ ઓછો થઇ ગયા પછી પણ જો ક્રોધ ન ઘટ્યો હોય તો તે અફીણનું કામ કરે છે અને મનુષ્યની બુદ્ધિને મંદ કરી દે છે. અફીણની જેમ તે માણસને કોરી ખાય છે.”
- ગાંધીજી (નવજીવન, ૨૦/૧૦/૧૯૨૯) ક્રોધ આપણે કોના પર કરીએ છીએ ? મોટાભાગે આપણે આપણાથી જે નબળા હોય છે એના પર જ કરીએ છીએ. સબળાને સલામ (ભલે પેલો લાતો મારે) ભરીએ છીએ ને નબળા પર ગુસ્સો કરીએ છીએ. આવી પરિસ્થિતિમાં આપણને કોઈ સલાહ આપે : ‘ભાઇ ! નબળા માણસ પર ગુસ્સો ન કરો. સિંહને સસલા પર ગુસ્સો શોભતો નથી.” તો આપણે શું કહીશું ? નબળા પર ન કરવો તો ક્યાં કરવો ? બળવાન પર ? ખરેખર તો નબળા પર ગુસ્સો બંધ થયો તો પછી ગુસ્સાનું કોઇ સ્થાન રહેશે જ નહિ. કારણ કે સબળા માણસ પર તો આમેય ગુસ્સે થતો જ નથી, જુઓ રામચરિત ઉપાધ્યાયની પંક્તિઓ :
અપને તે દ્ર અતિ, તિહિપે કરિઉ ન ક્રોધ; કિહું ભાંતિ સોહત નહીં, કે હરિ સસક વિરોધ.'
વ્યવહારમાં પણ તમારે સફળ થવું હોય તો મગજને ઠંડું જ રાખવું પડશે. જોઇ છે લુહાર-શાળા ? ત્યાં લોઢું ગરમ હોય છે પણ હથોડો તો ઠંડો જ રહે છે. એ પણ ગરમ થઇ જાય તો ? સરદાર વલ્લભભાઇ પટેલ શાણા અને ઠંડા થવાની સલાહ આપતા કહે છે :
ઉપદેશધારા * ૧૪
ઉપદેશધારા કે ૧૫