Book Title: Updesh Dhara
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 16
________________ સફળ થતી જાય તેમ તેમ તેનું અભિમાન રાવણની જેમ વધતું જ રહે છે. પણ આખરે તો અતિ અભિમાનીને પણ હારવું જ પડે છે. જુઓ, ‘શતપથ બ્રાહ્મણ' નામના પ્રાચીન ગ્રંથમાં લખ્યું છે... 'पराभवस्य ह्येतन्मुखं यदतिमानः' ‘અત્યંત અભિમાન પરાભવનું દ્વાર છે.' - શતપથ બ્રાહ્મણ (૫/૧/૧/૧) ‘દયા ધર્મકા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન.” એમ કહેતા પેલા તુલસી અભિમાનને પાપનું મૂળ કહે છે તો આપણા મહાન સંગ્રાહક ઉમાસ્વાતિજી મહારાજ અભિમાનને સર્વ અનર્થોનો કારક, ધર્મ-અર્થ અને કામ ત્રણેય પુરુષાર્થોમાં પત્થર નાખનાર કહે છે. - સાચે જ અહંકાર બહુ જ મોટો લૂંટારો છે. બહારના લૂંટારા લૂંટી-ઘૂંટીને તમારું શું લૂંટવાના ? પણ આ અહંકાર તો બાહ્ય-આંતર બધું જ ધન લૂંટી લે છે. મહાભારતકાર વેદવ્યાસે બીજા બધાને થોડા-થોડા લૂંટનારા કહ્યા છે, પણ અભિમાનને તો બધું જ લૂંટનારો કહ્યો છે. “ના રૂપે પ્રતિ વૈર્યમાશા, મુત્ય: HTTન ધર્મરણમૂથ . कामो ह्रियं वृत्तमनार्यसेवा, क्रोधः श्रियं सर्वमेवाभिमानः" “ઘડપણ રૂપને, આશા પૈર્યન, મૃત્યુ પ્રાણને દોષદષ્ટિ ધર્મઆચરણને, કામ-લજજાને, નીચની સેવા સદાચારને, ક્રોધ લક્ષ્મીને લૂંટે છે, જયારે અભિમાન બધું જ લૂંટી લે છે.” - વેદ વ્યાસ (મહાભારત, ઉદ્યોગપર્વ, ૩૭૮) કેટલાક માણસને કેટલીક જન્મજાત વિશેષતાઓ મળેલી હોય છે, પણ આ વિશેષતા જ ક્યારેક અભિમાનનું કારણ બની જતી હોય છે. કોઇકને રૂપ સારું હોય છે તો માનતા રહે છે : મારા જેવો કોઇ રૂપાળો નથી. પૈસાના કારણે કોઇના મગજમાં રાઇ ભરી હોય છે કે મારા જેવો કોઇ પૈસાદાર નથી. જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ, શ્રુતજ્ઞાન આ આઠ મદના સ્થાનો છે. એમાંથી કોઇપણ એક સ્થાન બીજા માણસોથી વિશિષ્ટ મળેલું હોય એટલે માણસમાં તરત જ અહંકાર દોડાદોડ કરવા મંડી પડે છે. આવા લોકોને ઉમાસ્વાતિજી સલાહ આપે છે : ભઇલા ! મળેલી આ વસ્તુઓનું ગુમાન ના કરીશ. કમેં આપેલી ચીજમાં અભિમાન શાનું? છતાંય જો તું અભિમાન કરીશ તો આગલા જન્મમાં એ વસ્તુ તારી પાસેથી છિનવાઇ જશે. જો રૂપનું અભિમાન કરીશ તો કદરૂપા બનવું પડશે. પૈસાનું અભિમાન કરીશ તો ભિખારી બનવું પડશે. બુદ્ધિનું અભિમાન કરીશ તો મૂર્ખ બનવું પડશે. આઠ મદ-સ્થાનો આપણે ત્યાં જાણીતા છે, પણ અજૈન કવિ ક્ષમેન્ટ સાત કહ્યાં છે જે લગભગ મળતા જ આવે છે.). “હુર્ત વિત્ત શ્રત રૂપ, શૌર્ય સાને તપતથા I પ્રાધાન્ચન મનુષ્યા, સમસ્ત મહેતવ: ” કુળ, ધન, શ્રુતજ્ઞાન, રૂપ, શૌર્ય, દાન તથા તપ મુખ્યરૂપે આ સાત માણસોને મદના કારણો છે.” - ક્ષેમેન્દ્ર (દર્પદલન, ૧/૪) અભિમાનના કારણે ઘણા માણસો બીજાની પાસે પોતાનું અજ્ઞાન ખુલ્લું કરી શકતા નથી, બીજાને કાંઇ પુછી શકતા નથી. પૂછે તો અજ્ઞાની ઠરે ને ? અજ્ઞાની રૂપે જાહેર થવું, અભિમાની શી રીતે પસંદ કરે ? આવા માણસો ક્યારેક પૂછવા જાય ખરા, પૂછીને જાણી આવે પણ ખરા, પણ જણાવનારને તરત જ કહી દે : ‘હાં... હાં... આ તો મને ખ્યાલ જ હતો. હું આવું જ ધારતો હતો. મારા મનમાં જે હતું તે જ તમે કહ્યું. આની તો મને પહેલેથી જ ખબર હતી.' મિયા પડે તોય ટંગડી ઊંચી ! પોતાનું અજ્ઞાન ઢાંકવા માણસ કેવા બાલિશ પ્રયત્નો કરે છે ! પેલી અભિમાની નવી વહુની વાત આપણામાંના ઘણાએ સાંભળી હશે ! બનાવતા કાંઇ ન આવડે, ઉપદેશધારા ૪ ૨૨ ઉપદેશધારા + ૨૩

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 234