________________
ક્રોધ એક અંધાપો છે. પેલો ઘૂવડ તો દિવસે જ નથી જોઇ શકતો કે પેલો કાગડો તો રાત્રે જ નથી જોઇ શકતો, પરંતુ ક્રોધથી આંધળો થયેલો માણસ દિવસે કે રાત્રે ક્યારેય જોઇ નથી શકતો. બંધ આંખના અંધાપાને તો હજુય સમજી શકીએ, પણ આ તો દેખતી આંખોનો અંધાપો... આને શી રીતે સમજવો ? ક્રોધી માણસ કયું પાપ ન કરે ? ક્યારેક દાદા-દાદી, માતા-પિતા કે ભાઇ-બેનનું ખૂન પણ કરી બેસે. મહાપુરુષોની અવગણના પણ કરી નાખે, સાચે જ ક્રોધનો અંધાપો ખૂબ જ ખતરનાક છે.
પેલા મહાભારતકાર વ્યાસ મુનિ, જેમણે એવો દાવો કર્યો છે કે મહાભારતમાં બધું જ ગૂંથી લીધું છે, (વ્યાસોચ્છિષ્ટ જગતું સર્વમ્) એ ક્રોધ વિષે શું કહે છે તે જાણીએ :
क्रुद्धः पापं नरः कुर्यात्, क्रुद्धो हन्याद् गुरूनपि । क्रुद्धः पुरुषया वाचा, श्रेयसोऽप्यवमन्यते ॥
‘ક્રોધી પાપ કરી શકે, વડીલોનું ખૂન કરી શકે, કઠોર વાણીથી શ્રેષ્ઠ પુરુષોનું અપમાન પણ કરી શકે.”
- વેદ વ્યાસ (મહાભારત, વનપર્વ-૨૯૪) આપણે જોઈએ છીએ કે બધા જ માણસો કાંઇ ક્રોધ નથી કરતા. કેટલાક ભયંકર ગુસ્સેબાજ હોય છે. કોઇક થોડોક ગુસ્સો કરતા હોય છે તો કોઇક એકદમ શાંત હોય છે – માનસરોવર જેવા. આનું કારણ શું ?
ચિત્તની મૂઢતા જેટલી વધારે, ગુસ્સો તેટલો વધારે. ચિત્તની જાગૃતિ જેટલી વધારે, ગુસ્સો તેટલો ઓછો. પ્રબુદ્ધ માણસને ગુસ્સો ઓછો આવે. ગુસ્સો ઓછો આવે તો જ એ ખરો પ્રબુદ્ધ, ચિત્તની જાગૃતિ, પ્રબુદ્ધતા જેમ જેમ વધતી જાય તેમ તેમ ક્રોધ ઘટતો જાય. દીવો આવે એટલે અંધારું જાય જ. જાગૃતિના દીપકમાં ક્રોધનું અંધારું જાય જ. જાગૃતિથી વિવેક-શક્તિ વધે છે, ક્રોધ-મોહનીયની મૂઢતા ઘટે છે.
ચેતનાનું સ્તર ઉપર જતાં જ નિમ્નસ્તરની ચેતનાની મૂઢતા સ્પષ્ટ દેખાય છે. એવી મૂઢતા જ ક્રોધ લાવે છે. ક્રોધાદિને જન્મ આપનારી મૂઢતાને કોણ પસંદ કરશે ? જુઓ વિષ્ણુપુરાણકાર કહે છે :
‘મૂઢાનામેવ ભવતિ ક્રોધો જ્ઞાનવતાં કુતઃ ' “મૂઢ માણસોને જ ક્રોધ હોય છે. જ્ઞાનીઓને ક્રોધ ક્યાંથી હોય?”
- વિષ્ણુપુરાણ (૧/૧/૧૭) ક્રોધને જન્મ આપનાર અજ્ઞાન છે. (મૂઢતા કહો કે અજ્ઞાનતા કહો, બંને એક જ છે) એ તો બરાબર પણ એને ઉછેરનાર કોણ છે? ભાગવત કહે છે : અહંકાર જેટલો વધુ એટલો જ ગુસ્સો વધુ ! અહંકાર હંમેશા સન્માનની અપેક્ષા રાખે છે, પણ અપેક્ષા મુજબનું સન્માન કંઇ હંમેશ મળતું નથી. સન્માનની અપેક્ષા તૂટતાં જ અહંકાર ઘવાય છે. માણસ રઘવાયો બને છે. ગુસ્સે ભરાય છે. તમે તમારા ચિત્તનું સતત નિરીક્ષણ કરતા રહેશો તો ૭-૮ દિવસમાં જ આ વાત બરાબર સમજાઇ જશે. જો કે નિરીક્ષણ કરતાં કરતાં ક્રોધ ઉત્પન્ન જ નહિ થાય, તેવી સંભાવના વધુ છે. કારણ કે જયાં આત્મનિરીક્ષણ, ગાઢ જાગૃતિ હોય છે, ત્યાં ક્રોધ લગભગ અશક્ય બની જાય છે. પણ ભૂતકાળનું સિંહાવલોકન કરવાથી : આ વાત સ્પષ્ટ સમજાશે કે ક્રોધ શી રીતે ઉત્પન્ન થયો ? ને શાનાથી વધ્યો ?
ભાગવતકાર કહે છે : “અજ્ઞાનપ્રભવો મજુરહંમાનોપભ્રંહિતઃ ?” અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો ગુસ્સો, અહંકારથી પુષ્ટ થતો રહે છે.”
પંચતંત્રની એક નીતિવાર્તામાં આવે છે કે ગંગદત્ત નામના દેડકાએ, જ્ઞાતિ સાથે વેર ઉભું થતાં, સાપને બોલાવ્યો. સાપે તો થોડા જ દિવસોમાં બધા દેડકાનો સફાયો કર્યો અને હવે એકમાત્ર બચેલા ગંગદત્ત દેડકાને પણ ખાઇ જવા વિચાર્યું. આ જાણીને ગંગદત્તને શું થયું હશે ? તે આપણે વિચારી શકીએ છીએ. ગંગદત્ત
ઉપદેશધારા + ૧૨
ઉપદેશધારા + ૧૩