Book Title: Updesh Dhara
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 9
________________ કહેતો જ નથી. ક્ષમા વગરની દયા હોઇ શકે ? શિષ્ય કે પુત્રને શિક્ષા કરનાર ગુરુ કે પિતામાં કદાચ આવી દયા હોઇ શકે. બાકી ક્ષમા હોય ત્યાં દયા હોય જ. દયા હોય ત્યાં ક્ષમા પણ હોવાની. દયા ફૂલ છે તો ક્ષમા સુગંધ છે. દયા સૂર્ય છે તો ક્ષમા પ્રકાશ છે. ફૂલ અને સુગંધને તમે કઈ રીતે અલગ પાડી શકો ? સૂર્ય અને પ્રકાશ કઈ રીતે ભિન્ન હોઈ શકે ? છતાં બંને શબ્દ અલગ છે, માટે કોઇક અપેક્ષાએ બંને ભિન્ન પણ છે. એની ભિન્નતાના કારણે બંનેની તુલના પણ આપત્તિજનક નથી, મૂર્ધન્ય હિન્દી સાહિત્યકાર પ્રેમચંદજીએ દયા અને ક્ષમા બંનેમાં ક્ષમાને મહાન કહી છે : “વાસ્તવમાં ક્ષમા માનવીય ભાવોમાં સર્વોપરિ છે. દયાનું સ્થાન એટલું ઊંચું નથી. દયાનો દાણો પોલી ધરતીમાં ઉગે છે જ્યારે ક્ષમાનો દાણો કાંટામાં ઉગે છે. દયાની ધારા સમતલ પૃથ્વી પર વહે છે જ્યારે ક્ષમાની ધારા શિલા અને કાંકરાઓવાળી ઉબડ-ખાબડ ભૂમિ પર વહે છે. દયાનો માર્ગ સીધો અને સરળ છે. ક્ષમાનો માર્ગ વાંકો અને કઠણ છે.” - પ્રેમચંદ (રંગભૂમિ, પરિચ્છેદ-૨૦) ક્ષમાની આટલી મહત્તા સમજયા પછી આપણે એને જીવનમાં ઉતારીશું ? કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોઢેથી ‘મિચ્છા મિ દુક્કડ' કહીને ફરીથી આપણે ‘વહી બેઢંગી રફતાર'માં જોડાઇ જઇશું ? દર વર્ષે પર્યુષણ આવતા જાય, જીભ ‘મિચ્છા મિ દુક્કડું” માંગતી જાય, હૃદય કોરું ધોકાર જ રહે અને જીવનના વર્ષો નિરર્થક વહેતા જાય, આવું જ ચાલવા દેવું છે ? -: પ્રેરણા બિંદુ :એક વખત એક જૈનાચાર્ય અમદાવાદ માકુભાઇના બંગલે બિરાજમાન હતા. ભક્તોની સાથે ધર્મ-ચર્ચા ચાલી રહી હતી. અચાનક જ એક વ્યક્તિ આવી અને પૂજ્યશ્રીનું અઘટિત શબ્દોમાં અપમાન કરવા લાગી. પૂજયશ્રી એકદમ શાંત જ રહ્યા. પૂજયશ્રીની શાંતિ પેલી વ્યક્તિને વધુ અકળાવનારી હતી. ઉશ્કેરાટમાં આવીને પેલી વ્યક્તિએ પૂજયશ્રી પર ચપ્પ ફેંક્યું. પૂજયશ્રીના ખભા પર સહેજ વાગ્યું અને થોડું લોહી પણ નીકળ્યું. આ જોઇને ત્યાં રહેલા ભક્તો એકદમ ઉકળી ઉઠ્યા. પૂજયશ્રીનું આવું અપમાન કયો ગુરુ-ભક્ત સહન કરે ? બધા દોડ્યા અને પેલી વ્યક્તિને પકડી લાવ્યા. પૂજયશ્રીને કહેવા માંડ્યા : ‘ગુરુદેવ ! અમે હવે આ વ્યક્તિને છોડવાના નથી જ, બરાબર બદલો લઇશું. કોર્ટમાં કેસ કરીશું. અમે બધા આ કૃત્યના સાક્ષી બનીશું.' પૂજયશ્રીએ કહ્યું : “તમે એને છોડી મુકો. કોઇ કાર્યવાહી કરવાની જરૂર નથી. કોઇ ક્રોધ કરે તો આપણે પણ ક્રોધ કરવો ? આ આપણો ધર્મ નથી. ક્ષમા આપવી એજ આપણો ધર્મ છે.' પૂજયશ્રીના અતિ આગ્રહથી એ વ્યક્તિને છોડી મુકવામાં આવી. વ્યક્તિની અધમતા અને પૂજયશ્રીની ઉત્તમતા. બંનેય પોતપોતાની પરાકાષ્ઠાએ હતા. કોણ હતા એ જૈનાચાર્ય ? એ ક્ષમા-સાગર જૈનાચાર્ય હતા : કચ્છ-વાગડ દેશોદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મ.સા. ! આવા ક્ષમાસાગર પૂજય આચાર્યશ્રીના ચરણોમાં અગણિત વંદન ! ઉપદેશધારા * ૮ ઉપદેશધારા * ૯

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 234