Book Title: Updesh Dhara
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 7
________________ “પૂરવ કોડિ તપ ગુણો, ભાવ્યો છે આતમ જેણે રે; ક્રોધ વિવશ હતા દોય ઘડી, હારે સવિ ફળ તેણે રે.” એમ યશોવિજયજી મ.એ તેમની સજ્ઝાયમાં કહેલું છે. ક્રોધે ક્રોડ પૂરવતણું, સંયમ ફળ જાય રે.' એમ ઉદયરત્નજીનું કવિત પણ આપણે સાંભળેલું છે. એટલું બધું સાંભળ્યું છે કે એમાં આપણને કાંઇ આશ્ચર્ય ન લાગે, પણ જયારે બાણભટ્ટ જેવા અજૈન કવિ કહે ત્યારે આશ્ચર્ય લાગે. “ક્ષમા હિ મૂલં સર્વતપસામ્” સર્વ તપોનું મૂળ ક્ષમા છે. - બાણભટ્ટ (હર્ષચરિત, પૃ.-૧૨) આખરે આપણને ગુસ્સો આવે છે શા માટે ? ધન, પુત્ર, પત્ની આદિ પરિવાર કે મકાન વગેરેમાં કોઇ હાનિ પહોંચાડે ત્યારે જ ને ? પણ સોમદેવ તો કહે છે કે અરે ભલા માણસ ! ધન, મકાન, દુકાન અને પરિવાર તો ઘણા જ દૂરના પદાર્થો છે. સૌથી વધુ નજીક છે શરીર. એ શરીર પણ જ્યારે પોતાનું નથી ત્યારે ધન પોતાનું શી રીતે હોઇ શકે ? જે પોતાનું નથી એના માટે ગુસ્સો શા માટે કરવાનો છે ? જે શરીર આખરે અહીં જ સળગી જવાનું છે, રાખ થઇ જવાનું છે એના માટે કોણ ગુસ્સો કરે ? કઃ કોપો નશ્વરસ્યાસ્ય દેહસ્યાર્થે મનસ્વિનઃ । પ્રિયાપ્રિયેષુ સામ્મેન, ક્ષમા હિ બ્રહ્મણઃ પદમ્ ॥ - સોમદેવ (કથારિત્સાગર, ૬/૨) ઘણીવાર આપણે જોતા હોઇએ છીએ કે માણસ દાન કરીને ગુસ્સો કરે છે, તપમાં ગુસ્સો કરે છે (આપણે પણ એમ નથી કરતા એવું નહિ સમજવાનું) ત્યારે મનમાં લાગી આવે : આવા ગુસ્સાબાજોની ધર્મક્રિયા ખરેખર સફળ બનતી હશે ? ‘ક્રોધથી ક્રોડ ઉપદેશધારા * ૪ પૂર્વનું સંયમનું ફળ જાય.' એમ ફક્ત આપણે જ નથી કહેતા, જૈનેતરો પણ કહે છે. અચિંત્યાનંદવર્ણી કહે છે : ક્ષમાવિહીનેન વિધીયતે યત્ । પુણ્ય ભવેદેવ નિરર્થક તત્ ॥ - અચિંત્યાનંદવર્ણી (શ્રી હરિલીલાકલ્પતરુ, ૪/૧૦ ૪૭) કોઇ માણસ આપણા પર બહુ જ ગુસ્સો કરે ત્યારે આપણે શું કરવું ? લડવા માટે કંઇક તો જોઇએ ને ? નીતિશાસ્ત્ર કહે છે કે ક્ષમા જેવું બીજું કોઇ ધનુષ્ય નથી. એ ધનુષ્ય હાથમાં હોય પછી દુર્જનનો ડર શાનો ? ગુસ્સો તો આગ છે. આગ ત્યારે જ વધે જો એને લાકડા મળે. લાકડા જ ન મળે તો આગ શી રીતે આગળ વધવાની ? આગને ઓલવવી હોય તો લાકડા ન નખાય. ક્રોધની આગને પણ ઓલવવી હોય તો વચનના લાકડા ન નખાય. આ જમાના-જૂનો અનુભવીઓનો અર્ક છે. ક્ષમાધનુઃ કરે યસ્ય, દુર્જનઃ કિં કરિષ્યતિ । અતૃણે પતિતો વર્ભિઃ સ્વયમેવોપશામ્યતિ ॥ બુદ્ધની દૃષ્ટિએ ક્રોધ કરનાર તો મૂરખ જ છે પણ ક્રોધી પર ક્રોધ કરનાર પણ મૂરખ જ છે. આમ તો આપણને કોઇ મૂરખ કહે એ ગમતું નથી, પણ આચરણ એવું છે કે આપોઆપ મૂરખ બની જઇએ છીએ. બુદ્ધ કહે છે કે બે પ્રકારના મૂર્ખ હોય છે : (૧) જે પોતાના અપરાધને અપરાધ રૂપે જોતો નથી (૨) બીજાનો અપરાધ ‘અપરાધ’ રૂપે લાગવા છતાં જે ક્ષમા નથી કરી શકતો. કે ઇમે ભિકખવે બાલા । યો ચ અચ્ચયં અચ્ચયતો ન પસૃતિ, યો યે અચ્ચયં દેસેતસ્સ યથા ધમ્મ ન પરિગપણ્યાતિ । - સંયુત્તનિકાય (૧/૧૧/૨૪) ગાય લાત મારે, પણ જો દૂઝણી હોય તો માણસ લાત પણ સહન કરી લે છે. દીકરાનો રોફ પણ માણસ સહી લે છે જો એ ઉપદેશધારા * ૫

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 234