________________
લાયક છે. તે દરેકનું અહીં વર્ણન કરવા કરતાં તેના ઇછકે તે તે પુરુષોનાં ચરિત્ર વાંચીને જ તેમાંથી યોગ્ય શિક્ષા ગ્રહણ કરશે એમ વિચારવું વિશેષ યોગ્ય છે.
આ પર્વમાં સ્થાને સ્થાને અનેક જીવોના પૂર્વભવનું કથન છે, તે જૈનમતનું સાતિશય નાનીપણું બતાવી બાપે છે, તેમ જ અનેક પ્રસંગમાં કહેવતની જેવાં સિદ્ધવચને મૂકેલાં છે તે અમે બ્લેક ટાઈપમાં અથવા અવતરણ ચિહ્નો વચ્ચે મૂકેલાં છે, જેને અંગ્રેજીમાં કેટેશન કહે છે, તે ખાસ હૃદયમાં કતરી રાખવા લાયક છે.
આ પર્વમાં એક તીર્થકર, બે ચક્રવતી અને વાસુદેવ, બળદેવ તથા પ્રતિવાસુદેવની ત્રિપુટી મળી છે શલાકા પુરૂનાં ચરિત્રો સમાવેલાં છે. આની અગાઉ બહાર પાડેલાં ૩-૪-૫-૬ એ ચાર પર્વના ભેળા ભાગમાં ૪૬ શલાકા પુરુષોનાં ચરિત્ર આપેલાં છે, છતાં ભૂલથી ૪૫ની સંખ્યા ટાઈટલ ઉપર લખાયેલી છે. તેમાં
તાં ભૂલથી ત્રીજાથી આઠમા સુધી છ ચક્રીનાં ચરિત્રો આપેલાં છે એમ લખાયેલું છે. તે સુધારી લેવા વિનંતિ છે.
આની પછીના આઠમા, નવમા તથા દશમા પર્વની પ્રથમવૃત્તિની નકલ ઘણી સીલકે હેવાથી હાલમાં તેની બીજી આવૃત્તિ કરવામાં આવનાર નથી. જેથી તે ત્રણે પર્વની વિપયાનુક્રમણિકાનું પર્વમાં આપવા ધારેલા શ્રી હેમચંદ્રાચાર્યના ચરિત્રનું કામ બાકીમાં રાખવું પડયું છે તે પ્રસંગ પ્રાપ્ત થયે પૂર્ણ કરવામાં આવશે. હાલ તે દશમા પર્વ પછી તેની ચૂળિકા તરીકે તેજ મહા પુરુષે રચેલા પરિશિષ્ટ પર્વનું ભાષાંતર પ્રગટ કરવા વિચાર છે તે અમલમાં મૂકવામાં આવશે. તેની અંદર ભાગમાં તે શ્રી જબૂસ્વામીનું સવિસ્તૃત ચરિત્ર છે, અને ત્યાર પછી બીજા મહાન પૂર્વાચાર્યોનાં ચરિત્ર છે.
આ ભાષાંતર વાંચનાર જૈનબંધુઓ સાવંત વાંચીને તેમાંથી અમૂલ્ય સાર ગ્રહણ કરશે જેથી અમારે પ્રયાસ ફળીભૂત થશે, એટલું ઈચ્છી અમારી કલમ અટકાવીએ છીએ. પરમાત્મા અમારી ઇચ્છાને ફળવતી કરો. તથાસ્તુ.
11111
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org