Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3 Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah Publisher: Jain Prakashak Mandal Ahmedabad View full book textPage 7
________________ પુત્રપણાના નેહથી રાક્ષસીપનું, લંકા નગરીનું તથા પાતાળ લંકાનું રાજ્ય આપ્યું અને પિતાને નવરને હાર તથા રાક્ષસી વિદ્યા આપી તેની હકીકત લીધેલી છે. આ ભાષાંતરમાં તે હકીકત લેવામાં આવી નથી, કારણ કે તે હકીકત આ ચરિત્રના બીજા પર્વમાં સગરચક્રીના અધિકારમાં આવી ગયેલી છે. આ પર્વના પ્રારંભમાં અજિતનાથ પ્રભુના વખતમાં થયેલી રાક્ષસ વંશની સ્થાપનાનું અને તેના મૂળ પુરુષ તરીકે ઘન વાહનનું નામ માત્ર સૂચવીને પછી અગ્યારમા શ્રેયાંસ પ્રભુના તીર્થમાં રાક્ષસ વંશમાં થયેલા કીધિવળ રાજાની હકીકત આપવામાં આવી છે. એ કીરિધવળ રાજાના વખતમાં વાનરદ્વીપમાં શ્રીકંઠે રાજાએ કિષ્ક્રિધાનગરીમાં નિવાસ કર્યો ત્યારથી વાનરવંશની ઉત્પત્તિ થઈ છે અને ત્યારથી ઘણુ કાળ પર્યત રાક્ષસવં તે વાનરવંશ વચ્ચે પરસ્પર પ્રતિભાવ ચાલ્યો આવ્યા છે. તેમાં પણ કાંઈક રાક્ષસવંશના રાજ્યકર્તાઓએ વાનરવંશના રાજ્યકર્તા ઉપર હાથ રાખેલો દષ્ટિગોચર થાય છે. કીર્તિધવળ ને શ્રીકંદનું ચરિત્ર કહ્યા બાદ એ હકીકતને મુનિસુવ્રતસ્વામીના તીર્થ ઉપર લઈ જવામાં આવેલ છે. તે પ્રભુના તીર્થમાં રાક્ષસવંશમાં તડિતકેશ અને વાનરવંશમાં ઘોદધિ રાજા થયેલ છે. ત્યાર પછીની હકીકત અવિચ્છિન્ન લખાયેલી છે. ત્યાર પછી રાક્ષસીપનું ને વાનરદ્વીપનું રાજ્ય બે વખત રાક્ષસ તથા વાનરોના હાથમાંથી જાય છે, તે પાછું રાવણને જન્મ થયા બાદ તે પિતાને સ્વાધીન કરે છે, વાનરવંચમો વાલી નામે બહુ પરાક્રમી વિદ્યાધર રાજ થાય છે તે રાવણને પણ પરાસ્ત કરે છે, પરંતુ તરતજ તેને વૈરામ થવાથી તે દીક્ષા લે છે અને તેનો ભાઈ સુગ્રીવ રાજ્ય પર આવે છે. આ ચરિત્રમાં બીજાં તે ઘણા મહાપુરુષોનાં ચરિત્ર છે, પરંતુ પવનંજ્ય, અંજનાસુંદરી ને માનનું તે ખાસ ચરિત્ર આપવામાં આવેલું છે. ત્રીજા સર્ગમાં આવેલા એ ચઢિ ઉપરથી ઘણો સાર પ્રહણ કરવા યોગ્ય છે, તેમજ પાંચમા ને શ્વા સર્ગમાં આવેલી રામચંદ્રના વનવાસની હકીકત પણ અપૂર્વ શિક્ષણ આપે છે. રામચંદ્રની ઉત્પત્તિ કાંઈ વાનરવંશમાં થયેલી નથી. વાનરદીપના નિવાસી હોવાથીજ વાનર તરીકે ઓળખાતા સુગ્રીવાદિ અનેક વિદ્યાધરો તેને ભક્તિવાન થયેલા હોવાથી તેના લશ્કરમાં બહેનો ભાગ તેને છે. બાકી રામલક્ષ્મણનો જન્મ તો ઋષભ પ્રભુના સ્થાપેલા વાક વંશમાં થયેલો છે. એ રાજાઓનાં ચરિત્ર ચોથા સગમાં આપેલાં છે તે લક્ષ્મપૂર્વક વાંચવા લાયક છે. આ પવની અર તેર સર્ગોમાં શી શી હકીકત સમાયેલી છે તે વિષયાનામણિકામાં તે બતાવવામાં આવેલ છે; છતાં તે સર્ગવાર ટુંકામાં અહીં જણાવવામાં આવે છે, જેથી તેના પર વિશેષ પ્રકાશ પડવા સંભવ છે. સગ પહેલામાં–રાક્ષસવંશ ને વાનરવંશની ઉત્પત્તિથી માંડીને રાવણ અને તેના બંધુઓના જન્મ પતની હકીકત છે. બીજામ-રાવણે સાધેલી વિદ્યાની હકીકતથી માંડીને તેણે કરેલા દિગ્વિજયની હકીકત છે. તેની અંદર વાલી વિદ્યાધરના પરાક્રમની તથા નારદે કહેલી યજ્ઞાદિકની ઉત્પત્તિની હકીકત ખાસ વાંચવા લાયક છે. સત્ય ધર્મથી ચુકેલ વસુરાજાનું ચરિત્ર પણ એમાં સમાવેલું છે. | સર્ગ ત્રીજામાં–પવનંજય, અંજનાસુંદરી સતી અને ચમચરીરી હનુમાનનું ચરિત્ર છે. તેમાં સતીપણાની ખરી કસોટી કમ નીકળે છે તે યથાસ્થિત બતાવી આપ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 542