________________
પર્વ સાતમાની પ્રસ્તાવના
આ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર નામના કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના કરેલા અત્યુત્તમ ગ્રંથને પરિચય અમને બહુ વર્ષથી થયેલ છે. આ ગ્રંથ જોતાંજ તે ઘણે વિસ્તૃત છતાં આખા ગ્રંથનું ભાષાંતર કરી જૈન બંધુઓને તેમાં ભરેલા અપૂર્વ રહસ્યોને લાભ આપવાની ઈચ્છા અમારા હૃદયમાં ઉદ્દભવી હતી. તે ઈને મહાન ઉપકારી મુનિરાજશ્રી વૃદ્ધિચંદજી મહારાજ તરફથી અનુમોદન મળતાં છૂટક અંકમાં પ્રસિદ્ધ કરવાની રાઆત કરી હતી, પરંતુ પાછળથી તે પ્રમાણેના અંકે વ્યવસ્થિત રહેવાને અને તેનું આખું પુસ્તક બાંધવાનો અસંભવ જણાવાથી અમેજ તેને બુક તરીકે બહાર પાડવાનું મુકરર કર્યું હતું. એ પ્રયત્ન પૂર્ણ થયે, આ ગ્રંથ-દશે પર્વ જુદા જુદા ૭ ભાગમાં પ્રસિદ્ધ થઈ ચુકયા, આ આવૃત્તિમાં અગાઉની આવૃત્તિ કરતાં ખાસ બે ફેરફાર કરવામાં આવ્યા છે. એક દરેક પૃષ્ઠને મથાળે તે પૃષ્ઠમાં શો અધિકાર મુખ્ય છે તે લખવામાં આવ્યું છે અને બીજું પ્રસ્તાવના વિસ્તારથી લખવા ઉપરાંત દરેક પર્વની વિષયાનુર્મણિકા એટલા બધા વિસ્તારથી આપવામાં આવી છે કે જે વાંચતાં આખા પર્વનું રહસ્ય સમજાઈ જાય છે તેમજ તે સાવંત વાંચવાની ઉત્કંઠા વૃદ્ધિ પામે છે.
બીજાં પર્વે કરતાં આ સાતમા પર્વમાં હકીકત એટલી બધી છે અને જુદાં જુદાં એટલાં બધાં મહા પુરુષનાં ચરિત્ર સમાવેલ છે કે એમાં વર્ણનાદિ બહુ વિશેષ તેમજ વિસ્તારવાળાં નહીં છતાં એની વિષયાનુક્રમણિકા બીજાં પ કરતાં બહુ મોટી થઈ પડી છે. આ ગ્રંથ જૈન રામાયણ તરીકે જે કે બહુ વર્ષોથી જૈનવર્ગમાં પ્રસિદ્ધિ પામેલ છે. પરંતુ આ આવૃત્તિ વાંચકવર્ગનું ખાસ આકર્ષણ કરે તેવી બનાવવામાં આવી છે, તે વિષે જૈન બંધુએ આ બુકનું અવગાહન કરશે ત્યારે સ્વતઃ માલુમ પડે તેમ હોવાથી અત્ર લખવાની અપેક્ષા જણાતી નથી.
આ પર્વમાં ૧૩ સગે છે. તેમાંના પ્રથમના દશ સર્ગમાં જૈન રામાયણ સમાવેલું છે. એમાં મુખ્યત્વે આઠમા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવનું ચરિત્ર છે. તે ત્રણ પુ માં રામચંદ્રની વિશેષ ખ્યાતિ હેવાથી તે જૈન રામાયણ અથવા રામ ચરિત્ર તરીકે પ્રખ્યાતિ પામેલું છે. અન્ય મતમાં પણ રામાયણ નામને પ્રસિદ્ધ ગ્રંથ જુદા જુદા પંડિતાએ કરેલ છે. તે સર્વમાં મુખ્ય નાયક રામચંદ્રજ છે, પરંતુ તેના લેખમાં અતિશક્તિ , પરસ્પર વિરોધ તથા નાયકને સદેવ ચિતાર વિગેરે દે રહેલા છે, તે આની અંદર અલ્પમાત્ર પણ દેખવામાં આવશે નહીં.
અમારી સભાના પ્રયત્ન અગાઉ પ્રથમ સંવત ૧૨૮માં તથા ત્યારપછી ૧૯૫રમાં અને રામાયણ (૧૦ અગ) જલેજ ભાગ ભાષાંતર તરીકે બહાર પડેલે છે; પરંતુ તેની ભાષા વિગેરે નવા જમાનાની શુહ અને સંસ્કારિત ભાષાના વાંચનારાઓને પસંદ પડે તેવું નથી. એ જૈન રામાયણના પ્રારંભમાં રાક્ષસ વંશની મૂળ ઉત્પત્તિ તરીકે શ્રી અજિતનાથજીના સમયમાં થયેલા સગર ચક્રવતનું તથા તે પ્રસંગે અજીતનાથ મનુના સમવસરણમાં જ ભીમ નામના રાક્ષસ નિકાયના કે ઘનવાહન નામના વિદ્યાધરને પિતાના પૂર્વભવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org