Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્વાથધિંગામસૂત્ર અધ્યાય-૭
તે પણ આવી આંખે પૂજયશ્રીએ પૂર્ણ કરાવ્યો. સવાર થતાં જ ગુરુ-શિષ્યની જોડી આ કાર્યમાં જોડાઈ જાય એ સુખદ દશ્ય તો જેણે જોયું તે ધન્ય બન્યા ! જૈનશાસનના રાજા જેવું તૃતીયપદ મળ્યું હોવા છતાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાની પેલી પંક્તિ વાદપ્રવારેષમુદ્રિતેષ મહાત્મનઃ, અન્તરે વાવમાસને
સ્કુરા: સર્વ સમૃદ્ધયઃ | - જ્ઞાનસાર' ને પૂજ્યશ્રીએ સ્વજીવનની પ્રત્યેક ક્ષણોમાં સાર્થક કરી હતી.
અથાક પ્રયત્ન પૂર્ણ કરેલા અનુવાદ પછીની જે કાર્ય સિદ્ધિની સુખદ ક્ષણો હતી તેના સાક્ષી જે બન્યા હોય તે કહી શકે કે પૂજયશ્રી કેટલા પ્રસન્ન હતા !
સિદ્ધિની અનુભૂતિઓને અક્ષર દેહ આપીને પ્રસ્તાવના રૂપે લખવાનો જ્યારે અવસર આવ્યો તે ક્ષણે હું (મુનિ ધર્મશે.વિ.) તથા મુ.શ્રી દિવ્ય શે.વિ. સામે બેઠા હતા. પૂજ્યશ્રી જેમ જેમ લખતા જતા હતા તેમ તેમ નેત્રો પણ સજળ બનતા જતા હતા. અત્યંત સંવેદનશીલતાપૂર્વક લખાયેલી પ્રસ્તાવનામાં નાનામાં નાના સાધુએ કે કોઈ શ્રાવકે કંઇક મદદ કરી હોય તો તે બધાને સ્મૃતિપથમાં લીધા હતા.
અનુવાદનું કાર્ય પૂજ્ય ગુરુદેવશ્રીએ પૂર્ણ કર્યું તે વખતે એક પુણ્યાત્માને પત્ર દ્વારા જણાવ્યું હતું કે “તત્ત્વાર્થાધિગમ સૂત્રનું અનુવાદનું કાર્ય પૂર્ણ થયું છે. પ્રેસમાં પણ મોકલી આપ્યું છે. છપાવવા વગેરેનું કાર્ય મારા શિષ્યાદિ સંભાળી લેશે. તેથી હવે ઉંમરના કારણે કે શારીરિક અસ્વસ્થતાને કારણે મારી ગેરહાજરી હોય તો પણ પુસ્તક છપાઈ જશે ” જાણે પૂજ્યશ્રીને પોતાના જીવનસમાપ્તિનો સંકેત મળી ગયો હશે !
અનુવાદ કરતી વખતે અનેક પ્રતોનો સહારો લેવાયો હતો. જે મુદ્રિત પ્રતના આધારે અનુવાદ શરૂ કર્યો હતો તેમાં ઘણી અશુદ્ધિઓ હતી, ક્યાંક ક્યાંક અનુસંધાન પણ મળતું નહોતું. વરસોથી અનુવાદની સિદ્ધહસ્તતાને કારણે પૂજ્યશ્રીએ પોતાના અનુભવથી તે તે પાઠોનું અન્ય અન્ય પ્રતોના આધારે અનુસંધાન ગોઠવી દીધું હતું. ખાસ કરીને “શ્રી સિદ્ધસેન ગણિ' કૃત તત્ત્વાર્થની ટીકાના આધારે ઘણા સુધારા કર્યા હતા. મૃતોપાસિકા સાધ્વીજી શ્રી ચંદનબાળાશ્રીજી મહારાજે પણ હસ્તલિખિત પ્રત મેળવી આપવામાં ઘણી સહાય કરી હતી. આ રીતે અનુવાદ કરી શેષ કાર્ય છપાવવા વગેરેની